નવા-જૂનીનાં એંધાણ! PM મોદીએ બોલાવી મોટી બેઠક, આ મુદ્દા પર થઈ શકે છે વિચારણા

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) ના 71મા જન્મદિન (Birthday) ની ઉજવણી (Celebration) હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આની સાથે જ સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલ મેગા વેક્સિનેશન હેઠળ ગુજરાત (Gujarat) ના અમદાવાદ (Ahmedabad) માં મહાઅભિયાનનું આયોજન થયું હતું.

PM નરેન્દ્ર મોદી આવ્યા એક્શનમાં:
સમગ્ર દેશમાં કોરોનાને લઈ કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે બીજી બાજુ મહામારીથી બચવા માટે ખુબ મોટા પાયે વેકસીનેશન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આની સિવાય બીજી બાજુ સત્તારૂઢ પાર્ટી ભાજપમાં છેલ્લા 6 માસથી ખુબ મોટી ઉથલપાથલ મચી છે તેમજ એક પછી એક મુખ્યમંત્રીના રાજીનામાં લેવામાં આવ્યા છે.

આવા સમયમાં PM નરેન્દ્ર મોદી સતત એક્શનમાં દેખાઈ રહ્યા છે ત્યારે PM નરેન્દ્ર મોદીએ આવતીકાલે સાંજે સચિવોની બેઠક બોલાવી છે કે, જેમા કેટલાક કામોની સમીક્ષા કરવામાં આવશે. આની સાથે જ આગળના કેટલાક કાર્યોને લઈ ચર્ચા કરવામાં આવશે.

સચિવોની બોલાવી બેઠક:
આવતીકાલે સાંજનાં 4 વાગ્યાના સુમારે દિલ્હીમાં નરેન્દ્ર મોદીએ સચિવોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં હાલના કામો પર સમીક્ષા કરવામાં આવશે તેમજ આગામી કોઈ મોટો નિર્ણય લેવાય તેવી સંભાવના રહેલી છે. PM મોદી કામ પર રિપોર્ટ પણ માંગી શકે છે કે, જેને લઈ સચિવોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તેમજ દિલ્હીનાં જુદા જુદા મંત્રાલયમાં ધમધમાટ જોવા મળ્યો છે.

સપ્ટેમ્બર મહિનો ખૂબ ખાસ:
અહીં નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનો PM નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્ર સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ મહિનામાં વેક્સિનેશનનો એક ખુબ મોટો પડાવ પાર કરવાનો છે તેમજ એક પછી એક વેક્સિનેશન રેકોર્ડ બન્યો છે ત્યાં બીજી બાજુ વિદેશનીતિ માટે પણ આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આજે SCO સમિટમાં નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું છે તેમજ મહિનાનાં અંત સુધીમાં PM નરેન્દ્ર મોદી અમેરિકાનાં પ્રવાસ પર જવાના છે, આની સિવાય યુનાઈટેડ નેશન્સમાં પણ ભાષણ આપવાનો કાર્યક્રમ રહેલો છે. બીજી બાજુ હાલમાં જ ગુજરાતમાં CM સહિત આખી સરકાર બદલવાનું મોટું મિશન પાર પડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *