મુસાફરોની ચીચીયારીથી ગુંજી ઉઠ્યો ગોંડલ હાઈવે- બસ પલ્ટી મારી જતા એક જ પરિવારના 45 થી વધુ લોકો…

જસદણ (ગુજરાત): ગોંડલ (Gondal) હાઇવે (Highway) થી એકાદ કીમી દૂર ઘોઘાવદર (Ghoghavadar) ગામ નજીક મોડી રાત્રે વડાલીથી પિતૃકાર્ય પૂર્ણ કરીને ગોંડલ આવતા કોળી પરિવારની બસ…

જસદણ (ગુજરાત): ગોંડલ (Gondal) હાઇવે (Highway) થી એકાદ કીમી દૂર ઘોઘાવદર (Ghoghavadar) ગામ નજીક મોડી રાત્રે વડાલીથી પિતૃકાર્ય પૂર્ણ કરીને ગોંડલ આવતા કોળી પરિવારની બસ (Bus) ને આડે આખલો ઉતરી આવતા અકસ્માત (Accident) નડ્યો હતો.

અકસ્માતની આ ઘટનાની જાણ થતાની સાથે જ એમ્બ્યુલન્સ, નગરપાલિકા તથા માનવ સેવા સમાજ, માંધાતા ગ્રુપની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મુસાફરોથી ભરેલ બસ પલટી મારી જતા ચીચીયારીથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.

આ અકસ્માતની આ ઘટનામાં 45-50 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં સૌપ્રથમ ગોંડલની હોસ્પિટલમાં અર્થે સારવાર લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી 10 લોકોને રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં આગળની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

45થી 50 જેટલા લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે:
રાત્રીના 2 વાગ્યાની આસપાસ  વડાલીથી ગોંડલ આવી રહેલ આઇકૃપા ટ્રાવેલ્સને ઘોઘાવદર રોડ પર ધારેશ્ર્વર ચોકડી પાસે પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલ બસ રોડની સાઇડમાં પલટી મારી જતા ચીસાચીસ મચી જવાં પામી હતી.

આ અંગે કોળી પરિવારના ઇજાગ્રસ્ત વાસુરભાઈ સાકરીયા જણાવે છે કે, અમારું મૂળ ગામ જસદણ છે. અમે પરિવારની સાથે વડાલી વડાલી પિતૃકાર્ય કરવા માટે જઈ રહ્યા હતા. રાત્રે 11:30 વાગ્યે વડાલીથી નીકળ્યા પછી અમે ગોંડલ આવતા હતા. આ દરમિયાન આખલો બસ આડે આવી જતા બસ પલ્ટી મારી ગઈ હતી કે, જેમાં 45થી 50 લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે.

ક્ષમતા કરતા વધુ મુસાફરો સવારી કરતા હતા: પોલીસ સૂત્રો
આ અકસ્માત સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સદનસીબે મુસાફરોને નાની-મોટી ગંભીર ઇજા પહોચી હતી પણ કોઈ જાતની જાનહાની થઇ નથી. આ ઘટના અંગે સીટી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બસમાં કેપેસીટી કરતા વધારે મુસાફરો સવારી કરતા હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *