હળવદ(ગુજરાત): હાલમાં હાઇવે પર અકસ્માત(Accident)ની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન, હળવદ(Halwad)ના સુસવાવ ગામનો યુવાન શિવનગર(Shivnagar) ગામે પ્રસંગે બાઇક લઇને ગયો હતો.
જ્યાંથી પિતૃ તર્પણ કરીને તે પરત સુસવાવ આવી રહ્યો હતો. ત્યારે ઇશ્વરનગર ગામ પાસે ટેમ્પા ચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલકને હળવદ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ અકસ્માત સર્જી ફરાર ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવાઇ હતી.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના સુસવાવ ગામના રહીશ શિવમ નાગજીભાઈ બુટાભાઈ દલવાડીને સંતાનમાં 4 દિકરી અને 1 દિકરો શિવમ હતો. શિવમ કેદાર ડેમ બાજુથી પિતૃ તર્પણ પ્રસંગમાથી આવતા પૂરપાટ આવતા ટેમ્પોએ સુસવાવ-ઇશ્વરનગર રોડ પર બાઈકને અડફેટે લેતાં શિવમ ઘાયલ થયો હતો.
જેથી બાદમાં તેને સારવાર માટે હળવદ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, ફરજ પરના ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પોસ્ટમોર્ટમ બાદ મૃતકની લાશ પરિવારને સોંપવામાં આવી હતી. આ અંગે મૃતકના કૌટુંબીકભાઇ રમેશભાઇ દ્વારા હળવદ પોલીસમાં ફરાર ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.