આશાદીપ સ્કુલ પર ફી વધારા મુદ્દે હલ્લાબોલ કરનાર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહીત 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ

સુરત(Surat): શહેરમાં સરથાણા(Sarthana) પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી(Nilesh Kumbhani) સહિત અન્ય 7 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આશાદીપ શાળા(Ashadeep School)માં…

સુરત(Surat): શહેરમાં સરથાણા(Sarthana) પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી(Nilesh Kumbhani) સહિત અન્ય 7 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આશાદીપ શાળા(Ashadeep School)માં ફી વધારા મામલે હલ્લાબોલ કરવા મુદ્દે 7 લોકો સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શાળાને બદનામ કરવા માટે આ પ્રકારની કરતુત કરવામાં આવી છે તે પ્રકારના આક્ષેપો સાથે સંચાલક મહેશ રામાણી(Mahesh Ramani)એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સુરત શહેરના સીમાડા(Simada) વિસ્તારમાં આવેલ આશાદીપ સ્કૂલની બહાર 13 ઓગસ્ટના રોજ મોટી સંખ્યામાં વાલીઓ પહોચ્યા હતા અને મોરચો માંડ્યો હતો. વાલીઓ અને કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા તમામ શાળાના વિદ્યાર્થીઓની 50% ફી માફ કરે તેવી માંગણીઓ કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓની ફી ભરાઈ નથી તેમણે રસી આપવામાં આવી નથી. તે તમામ વિધાર્થીઓને રસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોટી સંખ્યામાં વાલીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આશાદીપ સ્કૂલ તરફ પહોંચતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. વાલીઓએ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાની માગણી સાથે શાળાના ગેટ પર ધરણા કરવાનું શરૂ કરી શાળા અને શાળા સંચાલકો સામે સૂત્રોચ્ચાર અને નારેબાજી કર્યા હતા. કોરોનાકાળ દરમિયાન ઘણા લોકોને રોજીરોટી છીનવાઇ ગઇ છે તેના કારણે લોકો અત્યારે ખુબ જ મુશ્કેલીમાં પોતાનું જીવન ગુજારી રહ્યા છે.

શાળામાં છેલ્લા એક-દોઢ વર્ષથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ તમામ પ્રકારની પ્રવૃત્તિઓની ફી અને અન્ય ફી વાલીઓ પાસેથી વસૂલવામાં આવી રહી છે. જેનો વિરોધ અલગ અલગ શાળાઓમાં આપણને અગાઉ પણ જોવા મળ્યો છે. આશાદીપ સ્કુલના સંચાલક મહેશ રામાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે સરકાર અને હાઇકોર્ટ દ્વારા જે નિયમો આપવામાં આવ્યા છે તેના મુજબ જ ફી લઇ રહ્યા છે. ત્યારે આવી કોરોનાની મહામારી ઘણા બધા બાળકો છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી, તે વિધાર્થીઓની ફી માફ કરી દેવામાં અમે જરા પણ સંકોચ અનુભવતા નથી.

ત્યારે જોવાનું રહ્યું કે, રાજકારણીઓ પડદા પાછળથી વાલીઓને ઉશ્કેરતા હોય તેવું લાગી રહ્યું છે અને આ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં મહદંશે વધુ વાલીઓ અમને નથી દેખાઈ રહ્યા. મોટાભાગે અમે જે પણ વાલીઓની ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તેમની પાસેથી અમે ફી લેતા નથી અથવા તો ઓછી કરી દઈએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *