વ્યક્તિ તેના માથા પર 150 કિલો વજન ઉપાડીને ચડી ગયો બસ ઉપર, વાઈરલ video જોઈ તમે પણ ચોકી ઉઠશો

સમગ્ર વિશ્વમાં મહેનતુ લોકોની કોઈ કમી નથી. ઘણી વખત લોકો કોઈ એવી વસ્તુમાંથી પસાર થાય છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આવા વીડિયો અને ફોટા દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માણસ તેના માથા પર 150 કિલો વજન ઉચકીને તેને બસ ઉપર ચડાવે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બસ ઉભી છે. કેટલાક લોકો બાઇકને પકડીને બસની સાઇડમાં ઉભા જોવા મળે છે. આ દરમિયાન, એક માણસ તેના માથા પર બાઇક ઉપાડે છે અને પછી, તેને ખૂબ જ આરામથી તેના માથા પર મૂકી ધીમે ધીમે સીડી પર ચઢી જાય છે અને બાઇક ઊંચું કરે છે.

આ વિડીયોમાં આ માણસનું સંતુલન જોવા લાયક હતું. આ બાઇકનું વજન લગભગ 150 કિલો છે. તેમ છતાં, આ વ્યક્તિ ખૂબ જ સરળતા સાથે બસ પર ચઢી જાય છે. આ વીડિયો IPS રૂપિન શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું – વાહ શું બેલેન્સ છે. ફરી હિન્દુસ્તાની જુગાડ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *