ચાલુ ટ્રેનમાંથી ઉતાવળમાં નીચે ઉતરવું પડ્યું ભારે: પગ લપસતા યુવકના ફુરચે-ફુરચા ઉડી ગયા- જુઓ દાહોદના દિલધડક CCTV ફૂટેજ

દાહોદ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દાહોદ રેલવે સ્ટેશન(Dahod railway station) પરનો એક મામલો સામે આવ્યો છે. જેમાં ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાની ખોટી ઉતાવળ કરનાર યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ટ્રેન(Train)ની ઝડપ વધારે હતી ત્યારે યુવકે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, તે સીધો જ પાટા પર પડી ગયો હતો અને ટ્રેન નીચે કપાઈ ગયો હતો. આ આખો બનાવ દાહોદ રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી (CCTV footage) કેમેરામાં કેદ થઈ ગયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવા જતા એક યુવક ટ્રેન નીચે કપાઈ ગયો હતો. હરિદ્વાર-બાંદ્રા ટ્રેન પ્લેટફોર્મ નંબર-2 પર આવી હતી. ટ્રેન હજુ ઊભી રહી ન હતી તે દરમિયાન તેમાં સવાર એક યુવકે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેનની ઝડપ વધારે હોવાથી યુવક ફંગોળાઈને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી ગયો હતો અને તેના શરીર પરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી.

આ દર્દનાક બનાવ બાદ રેલવે પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને મૃતક યુવકની ઓળખ કરવા સહિતની વિધિ શરૂ કરવામાં આવી હતી. સામે આવેલા દ્રશ્યોમાં જોવા મળ્યું હતું કે, યુવકના શરીરના અનેક ટુકડા થઈ ગયા હતા. આખી ટ્રેન માથેથી પસાર થઈ ગઈ હોવાથી યુવકના શરીરના ફુરચા ઉડી ગયા હતા. યુવકનો થેલો અને તેના ખિસ્સામાં રહેલું પર્સ સહિતનો સામાન પાટા પર પડેલો હતો.

આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે, યુવક ટ્રેન નીચે આવી ગયા બાદ એક વ્યક્તિ તેને બચાવવા માટે દોડી રહ્યો છે. જોકે, વ્યક્તિ ત્યાં પહોંચી ત્યાં સુધી તો ખૂબ મોડું થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, ટ્રેનમાં ચડતી વખતે કે ઉતરતી વખતે પાટા પર પડી ગયેલા લોકોને બચાવવા માટે ફરજ પરના પોલીસકર્મીઓ પણ તાત્કાલિક ત્યાં દોડી આવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *