આણંદ(ગુજરાત): તાજેતરમાં આણંદ(Anand)માંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના કુંજરાવ(Kunjarav)નો યુવક ત્રણ દિવસ પહેલા રહસ્યમય રીતે ગુમ થયા બાદ શનિવારે સવારે તેનો મૃતદેહ ફાજલપુર(Fajalpur) નજીક મહી નદી(Mahi river)માંથી મળતાં નંદેશરી(Nandeshri) પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, યુવકે રેલવે બ્રિજ પરથી કૂદકો મારી જીવન ટૂંકાવ્યું છે. 23મી તારીખે બપોરે એક યુવકે મહીસાગર નદી પર આવેલા રેલવેના બ્રિજ(Bridge) પરથી ઝંપલાવ્યું હતું.
ત્યારબાદ ત્યાં હાજર તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી ત્યારે યુવક મળી આવ્યો હતો. જોકે, શનિવારે વહેલી સવારે એક મૃતદેહ ફાજલપુર નજીકથી પસાર થતી મહી નદીમાં પડ્યો હોવાની માહિતી મળતાં ત્યાં હોડી ચલાવતા યુવકો અને ગ્રામજનો દોડી આવ્યા હતા. નંદેશરી પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. હોડી ચલાવતા યુવકોએ 23મી તારીખે રેલવે બ્રિજ પરથી ઝંપલાવનાર યુવકને ઓળખી બતાવતાં પોલીસ દ્વારા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવક આણંદ જિલ્લાના કુંજરાવ ગામનો 28 વર્ષનો કેવલ મનોજભાઈ પટેલ છે. તે કુરિયર પાર્સલ સેવાની ફર્મમાં ભાગીદારીમાં ધંધો કરતો હતો. ગુરુવારે બપોરે કેવલ કામ અર્થે નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા તેની શોધખોળ કર્યા બાદ આ અંગે આણંદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, કેવલે લોકડાઉન દરમિયાન નડિયાદ નજીક આવેલા ચાંગા ગામે રહેતી અંકિતા સાથે સાદગીથી લગ્ન કર્યા હતા. આગામી જાન્યુઆરી માસમાં વિદેશમાં રહેતા બહેન ભારત આવે ત્યારે ધામધૂમથી લગ્ન થવાના હતાં તેમ જાણવા મળ્યું છે. કેવલના પિતાનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયા બાદ તે માતા સાથે રહેતો હતો.
23 તારીખે બપોરે 3 વાગ્યે યુવકે રેલવે બ્રિજ પરથી કુદકો માર્યો હતો. ત્યાં માછીમારી કરતા ભાઈઓએ બુમરાણ મચાવી હતી. જેના કારણે બોટવાળા ભાઈઓ તે તરફ બોટ લઈ ગયા હતા. પરંતુ, નદીમાં વહેતું પાણી હોવાથી તે ડૂબી ગયો હતો. તે 100 ફૂટ ઉપરથી પડ્યો હતો એટલે અંદર ડૂબીને તે ગાયબ થઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, તેને તરતા આવડતું નહોતું. પરંતુ, વહેણ વધારે હતું અને 15 થી 20 ફૂટ ઊંડું પાણી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.