નવી દિલ્હી(New Delhi): કૃષિ કાયદા(Agricultural law) વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કેન્દ્રની મોદી સરકાર(Modi government) સામે સતત આંદોલન કરીને દેખાવો કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે આજે કિસાન સંગઠન(Farmers’ Organization) દ્વારા સોમવારના રોજ સવારે 6 કલાકથી સાંજના 4 વાગ્યા સુધી ભારત બંધ(Bharat bandh)નું એલાન આપવામાં આવ્યું છે. આ દરમ્યાન દેશની રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિતના આસપાસના વિસ્તારોમાં પોલીસ કડક બંદોબસ્ત પર છે, અંદાજીત 12 થી પણ વધુ રાજકીય પક્ષો અને સંગઠનોએ આ ભારત બંધનું સમર્થન કર્યું છે.
હ્રદયરોગનો હુમલો આવતા થયું મોત:
સિંધુ બોર્ડરે ચાલી રહેલ ખેડૂત આંદોલનમાં સામેલ એક ખેડૂતનું મોત થઈ ગયું છે. સોમવારે ભારત બંધ દરમિયાન ભગેલ રામ નામના ખેડૂતને હ્રદયરોગનો હુમલો આવતા મૃત્યુ પામ્યા છે. મળતી માહિતી અનુસાર, તેમણે ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. સિંધુ રજોકરી અને ગાજીપૂર સહિત દિલ્હીની અન્ય એનક બોર્ડર પર ખેડૂતએ આજે રસ્તો બંધ કરી દીધો હતો અને દિલ્હી ગુડગાંવ બોર્ડર પર મોટાપાયે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ દિલ્હી જતી તમામ ગાડીઓની કડકાઈથી તપાસ કરી રહી છે.
ભારત બંધને બદલે દિલ્હી ગુરગાવ બોર્ડરની સાથે જ નોઈડા પર ખુબ જામ લાગી ગયો છે. જામને બદલે વાહન ચાલક કલાકો સુધી ફસાયેલા રહેશે. ગુરુગ્રામ જવાના માર્ગમાં રજોકરી બોર્ડર પર ખુબ લાંબો જામ જોવા મળ્યો છે. સંયુક્ત ખેડૂત મોર્ચાના આહ્વાન પર સિંધુ બોર્ડર પર પ્રદર્શનકારી ધરણા કરી રહ્યા છે.
બિહારમાં વૈશાલી-આરામાં RJDના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા:
બિહારમાં ડાબેરીઓની સાથે મહાગઠબંધન, RJD અને કોંગ્રેસે ભારત બંધને ટેકો આપ્યો છે કે, જેમાં મહાગઠબંધન દ્વારા બિહારને લગતા પ્રશ્નો પણ ઉમેરવવામાં આવ્યા છે. જેમ કે, રોજગારીના વચનનો પ્રશ્ન, યોજનામાં કૌભાંડનો પ્રશ્ન, જાતિ વસ્તી ગણતરીનો પ્રશ્ન વગેરે સામેલ છે.
આજના દિવસે ખેડૂતોએ મુખ્યત્વે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં પોતાનું પ્રદર્શન તેજ કર્યું છે ત્યારે ખેડૂતોએ દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર, શંભુ બોર્ડર બ્લોક કરી દેવામાં આવ્યો છે. જ્યારે દિલ્હી-અમૃતસર, દિલ્હી-અંબાલા સહિત કેટલાક માર્ગ પણ ખેડૂતો દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.