ગ્વાલિયર: હાલમાં ગ્વાલિયર(Gwalior)માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સાવકી માતા(Stepmother)એ 10 વર્ષના પુત્ર(10 year old son)ને જમવામાં ઝેર આપી દીધું હતું. બાદમાં પુત્રની હાલત લથડતા તેને હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, હોસ્પિટલમાં જ બાળકનું મોત નીપજ્યું હતું. હત્યાને આત્મહત્યા(Suicide) ગણાવવા માટે સાવકી માએ પહેલા કહ્યું કે તેણે જાતે જ ઝેરીલો પદાર્થ ખાઈ લીધો હશે. બાદમાં કહ્યું કે, સાંપે ડંખ માર્યો હશે.
જાણવા મળ્યું છે કે, હત્યાનું કારણ પુત્રના નામે 18 લાખ રૂપિયાની FD(ફિક્સ ડિપોઝીટ) હતી. બાળકને આ રકમ તેની માતાના માર્ગ દૂર્ઘટના બાદ થયેલા મોતના કારણે વીમા ક્લેમ મળ્યો હતો. સાવકી માની નજર આ રુપિયા પર હતી. સાવકી માએ પોલીસ સામે ઝેર તેણે જ દીધું છે તે કબૂલી લીધું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ , ગ્વાલિયરના રહેવાસી રાજૂ મિર્ધાના 10 વર્ષીય પુત્ર નિતિન મિર્ધાની 23 સપ્ટેમ્બરે જમ્યા બાદ તબીયત લથડી હતી.તે વારંવાર ઉલટી કરી રહ્યો હતો.
જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 24 સપ્ટેમ્બરે તેનું મોત નીપજ્યું. નિતિનની સાવકી માએ તેના પિતાને નિતિને જાતે જ ઝેરી પદાર્થ ખાધા હોવાની મનઘડત વાત કહી હતી. પછી સાપના કરડવાથી મોત થયું છે તેવું કીધું હતું. આ દરમિયાન ડોક્ટરનું કહેવું હતું કે, નિતિનને ઝેર આપવામાં આવ્યું છે. ત્યારબાદ પોલીસને સાવકી મા પર શંકા થઈ હતી.
નિતિન રાજુની પહેલી પત્ની સીમાનો પુત્ર હતો. સીમાનું 4 વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ રાજૂએ 27 ડિસેમ્બર 2019એ જૂલી સાથે લગ્ન કર્યા જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા રાજુની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે રાજુએ જણાવ્યું હતું કે, નીતિનની માતા સીમાનું ડિસેમ્બર 2017માં પિયર ઉમરી જતા માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. સીમાના મૃત્યુ બાદ વીમા ક્લેમમાં 16 લાખ રુપિયા મળ્યા હતાં. રાજુએ બે લાખ રૂપિયા ઉમેરીને તેના પુત્રના નામે (ફિક્સ્ડ ડિપોઝિટ) FD કરાવી હતી.
રાજુએ વધુમાં પોલીસને જણાવ્યું હતું કે, જુલી તેમાથી કેટલાક પૈસા માંગી રહી હતી. પરંતુ, તેણે પૈસા આપવાની ના પાડી દીધી હતી. તેથી તેને સાવકો પુત્ર ગમતો ન હતો. આ અંગે જુલીએ પોલીસને જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે તેણે ખોરાકમાં ઝેર નાખ્યું હતું અને નિતિનને પ્રેમથી ખવડાવ્યુ હતું. તેની યોજના મૃત્યુને અકસ્માત અથવા આત્મહત્યા તરીકે બતાવવાની હતી. પરંતુ, રવિવારે જ્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ગુનાની કબુલાત કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ દ્વારા આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.