રાજ્યસભામાં સોમવારે કાર્યવાહી શરૂ થતાં જ કાશ્મીર મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમિત શાહની આ જાહેરાત પછી વિપક્ષે ખૂબ હોબાળો કર્યો હતો.
ગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, કાશ્મીરમાં યુદ્ધ જેવી સ્થિતિ છે. રાજ્યમાં ઘણી જગ્યાએ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. સરકારે આ વિશે ચર્ચા કરવી જોઈએ. આ વિશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, હું દરેક વાત વિશે ચર્ચા કરવા માટે તૈયાર છું. કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં રાત્રે 12 વાગ્યાથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મહેબૂબા મુફ્તી, ઓમર અને ફારુક અબ્દુલા સહિત ઘણાં નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા છે.
લોકસભામાં શાહે કહ્યું હતું કે, અમે અનામત કાયદા સુધારણા બિલ અંતર્ગત રાજ્યના નબળાસ પછાત વર્ગ અને આંતરરાષ્ટ્રીય સીમાની નજીક રહેતા લોકોને શરૂઆતથી જ અનામત આપવાની જોગવાઈ કરી છે. એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતા લોકોને શેલ્ટર હોમમાં રહેવું પડે છે.
ઘણાં દિવસો સુધી બાળકોને અહીં રહેવું પડે છે. સ્કૂલો બંધ રહે છે, તેમના અભ્યાસને અસર થાય છે. તેથી તેમને અનામત આપવામાં આવી રહી છે. તેનાથી જમ્મુ-કાશ્મીરના સાડા ત્રણ લાખ બાળકોને ફાયદો થશે. અનામતનો આ પ્રસ્તાવ કોઈને ખુશ કરવા માટે નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે રહેતા લોકોના હિત માટે છે.