મિત્રના ઘરે મોડી રાત્રે પાર્ટી કરવા ગયેલી યુવતીને દારુ પીવડાવી…

એર હોસ્ટેસ પર તેના દોસ્તે કર્યો બળાત્કાર

મુંબઈમાં એક ખાનગી એરલાઈનમાં કામ કરતી 25 વર્ષીય એર હોસ્ટેસ પર તેના દોસ્ત અને તેની સાથે રૂમમાં રહેતા મિત્રોએ કથિતરીતે બળાત્કાર કર્યો. પોલીસે બુધવારે આ જાણકારી આપી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મંગળવારના રોજ ગોની નગર સ્થિત એક ફ્લેટમાં બની કે જ્યાં એર હોસ્ટેસનો 25 વર્ષીય મિત્ર સ્વપ્નિલ બાડોદિયા પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો.

રાત્રે ડિનર બાદ દારૂ પીધો અને

આ મહિલાએ પોલીસને જણાવ્યું કે સ્વપ્નિલ બાડોદિયા પણ એક એરલાઈનમાં કામ કરે છે. સ્વપ્નિલ બાડોદિયા અને આ મહિલા મંગળવારના રોજ ડિનર માટે બહાર ગયા હતા અને ડિનર બાદ તેમણે તેના ફ્લેટ પર દારૂ પીધો. મહિલાના જણાવ્યા અનુસાર તે જ્યારે સવારે ઉઠી તો તેને એ વાતનો અહેસાસ થયો કે તેણે દારૂ પીધો હતો અને સ્વપ્નિલ બાડોદિયા તેમજ તેના મિત્રોએ રાત્રે તેની સાથે બળજબરી કરી હતી. આ યુવતીએ વધુમાં જણાવ્યું કે સવારે તેણે ઉઠીને જોયું તો તેના શરીર અને પ્રાઈવેટ પાર્ટ્સ ઈજાગ્રસ્ત હતા. તેમજ ફ્લેટમાં યુવકના અન્ય બે મિત્રો પણ હાજર હતા.

યુવતીએ સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી

આ એર હોસ્ટેસ મહિલાએ એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ત્યાંના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે 376 ડી હેઠળ સામૂહિક બળાત્કારની એક ફરિયાદ દાખલ કરી છે. પોલીસના એક અધિકારીએ દાવો કર્યો કે સ્વપ્નિલ બાડોદિયા નામના યુવકે ગુનો સ્વીકાર્યો છે પણ તેમાં તેના રૂમમાં રહેતા અન્ય મિત્રોની સંડોવણી નકારી છે. સ્વપ્નિલ બાડોદિયાને એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો કે જ્યાં તેને તારીખ 6 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *