જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું

ગુજરાત(Gujarat): જિગ્નેશ મેવાણી(Jignesh Mewani) અને કન્હૈયા કુમાર(Kanhaiya Kumar) જેવા યુવા નેતાઓ કોંગ્રેસ(Congress) પાર્ટીનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ મુદ્દા અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત રાજ્યના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે(Hardik Patel) જણાવતા કહ્યું છે કે, જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર જેવા યુવા નેતાઓ કોંગ્રેસને યુવાનો સાથે જોડવાનું કામ કરશે અને અનેક યુવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે અને ગુજરાતને ઉજળું ભવિષ્ય આપશે.

દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં સામેલ થયા બાદ કોંગ્રેસ પાર્ટી વધારે મજબૂત બનશે:
હાર્દિક પટેલે જણાવતા કહ્યું છે કે, જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર આંદોલનના મારા સાથી રહી ચુક્યા છે અને કોંગ્રેસ વાળાએ બેરોજગારી સહિતના ઘણા મુદ્દા ઉઠાવ્યાં હતા. અમે જનતાના હીત માટે સતત અવાજ ઉઠાવતા રહ્યાં છીએ અને આગામી સમયમાં પણ ઉઠાવતા રહેશું. આ બન્ને નેતાઓ કોંગ્રેસમાં સામેલ થયા બાદ પાર્ટી વધારે મજબૂત બનશે.

કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે, પાર્ટી ઓફિસમાં સ્વાગત માટે લાગ્યા પોસ્ટર:
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમયમાં જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ મુખ્યાલયમાં તેમના સ્વાગતમાં મોટો મોટા પોસ્ટરો અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી પણ આ બન્ને યુવા નેતાઓને પાર્ટીમાં સામેલ કરવા માટે થનગની રહી છે. આ પ્રસંગે રાહુલ ગાંધી ખાસ હાજરી આપે તેવી સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસમાં જોડાવા સાથે ગુજરાત રાજ્યમાં જિજ્ઞેશ મેવાણીને મહત્વની કામગીરી સોંપવામાં આવશે. તેમજ તેના મિત્ર હાર્દિક પટેલ પણ કોંગ્રેસના ખૂબ મહત્વના હોદ્દા પર હશે. જિજ્ઞેશ મેવાણી દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરશે અને તેની સાથે કન્હૈયા કુમાર પણ કોંગ્રેસ પાર્ટી જોઈન કરશે. જિજ્ઞેશ મેવાણી 2017માં વડગામ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો ન રાખતાં તેની જીતનો માર્ગ ખુલ્લો થઇ ગયો હતો. હવે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ જીગ્નેશ મેવાણી ચૂંટણીમાં ઝંપલાવશે પરંતુ આ વખતે કોંગ્રેસનો હાથ સાથે હશે. આગામી દિવસોમાં હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીની જોડી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ લાવે એવી પુરેપુરી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *