અકસ્માતમાં મૃત્ય પામેલા ગુજરાતના ચાર પોલીસ જવાનના પરિવારજનોને મળ્યા 10-10 લાખ રૂપિયા- ભીની આંખે પરિવારે આપી અંતિમ વિદાય

હાલમાં રાજસ્થાનના(Rajasthan) જયપુર(Jaipur) જિલ્લામાંથી એક ખુબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર શાહપુરના(Shahpur) ભાબ્રુન પાસે કાર અકસ્માતમાં(Accident) માર્યા ગયેલા પોલીસ(Police) કર્મચારીઓના મૃતદેહને…

હાલમાં રાજસ્થાનના(Rajasthan) જયપુર(Jaipur) જિલ્લામાંથી એક ખુબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર શાહપુરના(Shahpur) ભાબ્રુન પાસે કાર અકસ્માતમાં(Accident) માર્યા ગયેલા પોલીસ(Police) કર્મચારીઓના મૃતદેહને મંગળવારે રાત્રે ભાવનગર લાવવામાં આવ્યા હતા. આ પછી બુધવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતક પોલીસકર્મીઓના પરિવારજનો માટે પોલીસ વેલ્ફેર ફંડ અને અલગથી સહાયની મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, પોલીસ કર્મચારીઓના મૃતદેહને મંગળવારે રાત્રે હવાઈ માર્ગે ભાવનગર એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યના ડીજીપીએ એસપી ઓફિસ ખાતે ચારેય પોલીસકર્મીઓને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. જે બાદ ચારેય પોલીસકર્મીઓના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જેમાંથી બે પોલીસકર્મીઓને હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે અને બેને દફનાવવામાં આવ્યા હતા.

જેમાં હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ બાલઠિયાના અને કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલના બુધવારે તળાજા તાલુકાના સાંખડસર ગામે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રબર ફેક્ટરી પાસે આવેલા કંસારા કબ્રસ્તાનમાં કોન્સ્ટેબલ ઈરફાનભાઈ અગવાન અને પોલીસ કોન્સ્ટેબલ ભીખુભાઈ બુકેરાની કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે માનવતાના ધોરણે રાજ્ય પોલીસ કલ્યાણ નિધિ અને કેન્દ્રીય પોલીસ કલ્યાણ નિધિમાંથી દરેક પીડિત પરિવારને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી. આ સિવાય હેડ કોન્સ્ટેબલને 1.35 કરોડ રૂપિયા અને કોન્સ્ટેબલ અને તેમના પરિવારજનોને 55 લાખ રૂપિયા અને ઈન્સ્યોરન્સ સહિતના અન્ય લાભો આપવામાં આવશે. તે સિવાય મુખ્યમંત્રીએ આ ચાર પોલીસકર્મીઓને 4 લાખની સહાયની જાહેરાત કરી છે, જેની માહિતી રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ મોડી રાત્રે ભાવનગર લાવ્યા બાદ આપી હતી.

મળેલી માહિતી મુજબ રાત્રે ચારેય પોલીસકર્મીઓના મૃતદેહને એર એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર લાવવાની વ્યવસ્થા કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા ભાટિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ બાબતે ખુબ સંવેદનશીલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *