નર્મદા પંથકમાં ભારે વરસાદ: કરજણ ડેમના 9 ગેટ ખોલીને 1.54 લાખ ક્યુસેક પાણી છોડાયું, રાજપીપળા સહિત કાંઠા નજીકના ગામોમાં કર્યું એલર્ટ જાહેર

વડોદરા(ગુજરાત): ગુજરાત(Gujarat)માં ભારે વરસાદ(Heavy rain) વરસી રહ્યો છે. તેના કારણે નર્મદા(Narmada) અને ભરૂચ(Bharuch) જિલ્લાને સિંચાઇનું પાણી પુરૂ પાડતા કરજણ ડેમની સપાટી વધીને 115.30 મીટર નોંધવામાં આવી છે. હાલ કરજણ ડેમ(Karjan Dam)ના 9 દરવાજા ખોલી 1.54 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અને કરજણ ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદીના કાંઠાના ગામોને એલર્ટ જાહેર(Alert public) કરવામાં આવ્યા છે.

કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર એસ.એમ.પટેલના જણાવ્યા અનુસાર, નર્મદા જિલ્લામાં જીતગઢ ગામ નજીક આવેલા કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં અતિભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં 95 ટકાથી વધુ વરસાદ આજ સુધીમાં ખાબકી ચુક્યો છે. આજે સવારના 7 કલાકે કરજણ જળાશયની સપાટી 115.30 મીટર નોંધવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, વર્ષ-2011થી કાર્યરત સ્મોલ હાઈડ્રોપાવર સ્ટેશન કરજણ બંધના 2 પેનસ્ટોક આધારિત 3 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. કરજણ જળાશયમાંથી સરેરાશ 350 ક્યુસેક પાણીના પ્રવાહની જાવકથી પ્રતિ દિન 72 હજાર યુનિટ વીજ ઉત્પાદનની કામગીરી હાલ ચાલી રહી છે. આ સાથે જ ચાલુ વર્ષે અંદાજે 10થી વધુ વખત ઓપરેશન પણ કરવામાં આવ્યું છે.

કરજણ બંધમાંથી છોડવામાં આવતા આ પાણી પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલ કરજણ નદીના કાંઠાના રાજપીપળા શહેર સહિત ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછા ગામના લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે અને પશુધનને પણ ત્યાંથી દૂર રાખવા માટે સુચના જાહેર કરવામાં આવી છે.

કરજણ ડેમ ભરાઇ જતા નર્મદાના નાંદોદ, ગરુડેશ્વર અને ભરૂચના નેત્રંગ, વાલિયા, ઝઘડિયા આ પાંચ તાલુકાઓને સિંચાઇના પાણીનો સીધો ફાયદો થતો જોવા મળે છે. જેને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાય ગયો છે.

નર્મદા જિલ્લો ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્યથી ભરપૂર બની જાય છે અને પ્રવાસીઓ માટેના નવા નવા સ્થળો નિર્માણ થતા હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 40 કિમી દૂર રાજપીપળાથી 12 કિલોમીટર આવેલા જંગલ વિસ્તાર અને કરજણ ડેમ પાસે માંડણ ગામ આવેલું છે. જે હાલ ચોમાસાની સિઝન હોટ ફેવરિટ સ્થળ પર્યટનો માટે બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *