સુરતમાં એક્સપાયરી ડેટના રેમડેસિવિર દર્દીને પધરાવનારો નીકળ્યો ભાજપ કોર્પોરેટરનો દીકરો- નામ જાણી…

ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી…

ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. એમાય ગુજરાતના મહાનગરોની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે. દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે.

આવી કપરી પરિસ્થિતિમાં સુરત શહેરમાં દર્દીઓને સૌથી જરૂરિયાત એવા રેમડેસીવીર ઇન્જેક્શનના નામે રેમડેસીવીરની બોટલમાં પાણી ભરીને લોકોને આપવામાં આવી રહી છે. સુરત શહેરમાં વધુ એક ઇન્જેક્શનનો મામલો  સામે આવ્યો છે. સુરત શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન ન મળવાથી દરરોજ કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. જે પણ કોઈ દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોય તેના પરિવારજનો તેનો જીવ બચાવવા ગમે તેટલા રૂપિયા આપીને પણ ગમે ત્યાંથી ઈન્જેક્શન ખરીદવા માટે તૈયાર થઈ રહ્યા છે. આવી કપરી પરીસ્થિતિમાં પણ કેટલાક અમાનવી લોકો કમાણી કરી લેવા નકલી ઇન્જેક્શનો આપીને લોકોના જીવન સાથે રમી રહ્યા છે. આવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે. આશંકા જતા લોકોએ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચતા ઇસમને પકડી પોલીસને સોંપી દીધો હતો.

હાલ સુરતમાં એક્સપાયરી ડેટના ઇન્જેક્શન વેચવાના પ્રકરણમાં પોલીસ કમિશનર દ્વારા સમગ્ર તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા ઝડપાયેલો આરોપી દિવ્યેશ પટેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેણે આ ઇન્જેક્શન કેપી સંઘવી હોસ્પિટલના મેડિકલ સ્ટોરના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ પાસેથી ખરીદ્યા હતા. જેમાં પોલીસે મેડિકલ સ્ટોર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વિશાલ અવસ્થીની પણ ધરપડક કરી છે. જ્યારે દિવ્યેશને કોર્ટમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.

સુરતમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થોડા દિવસો અગાઉ રેમડેસિવિર ઈન્જેક્શનની થતી કાળાબજારી ઝડપી પાડવામાં આવી હતી અને હવે સુરતમાં એક્સપાયરી ડેટના ઈન્જેક્શન વેચતા હોવાનું રેકેટ ઝડપાયું છે. ઘટના કંઇક એમ છે કે, પુણાગામ સ્થિત આવેલી પ્રમુખ પાર્ક સોસાયટી પાસે રહેતા કાપડ વેપારી જીગ્નેશભાઈ જયસુખભાઈ માલાણીના મામાનો દીકરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેના માટે રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર પડી હતી.આ દરમિયાન કાપડ વેપારી જીગ્નેશભાઈને મિત્રો થકી અડાજણ સ્થિત આનંદ વાટિકામાં રહેતા દિવ્યેશ સંજયભાઇ પટેલ સાથે સંપર્ક થયો હતો.

જીગ્નેશભાઈએ દિવ્યેશને ફોન કરીને સંપર્ક કર્યો હતો અને એક ઇન્જેક્શનના 7 હજાર રૂપિયા થશે તેમ જણાવ્યું હતું. આ દરમિયાન ઈન્જેક્શનની ખાસ જરૂર હોવાથી જીગ્નેશભાઈ 7 હજાર રૂપિયા આપવા તૈયાર થઇ ગયા હતા અને 6 ઇન્જેક્શનના 42 હજાર રૂપિયા ચૂકવી તેની પાસેથી અઠવાગેટ નજીક ઇન્જેક્શન મેળવી લીધા હતા.

પરંતુ આ અંગે જીગ્નેશભાઈને શંકા જતા ઈન્જેકશ એક્ષ્પાયરી ડેટના નીકળ્યા હતા. ત્યારબાદ દિવ્યેશ નામના વ્યક્તિને બોલાવી તેને ઝડપી પાડી સરથાણા પોલીસ મથકમાં લઇ આવ્યા હતા. આ સમગ્ર મામલે સરથાણા પોલીસ દ્વારા જીગ્નેશ સામે ગુનો નોંધ્યો છે અને તે ઇન્જેક્શન ક્યાંથી લાવ્યો, ઇન્જેક્શન એક્સપાયરી ડેટના છે કે કેમ તે અંગે તપાસ શરુ કરવામાં આવી હતી.

આ દરમિયાન આ કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોપવામાં આવી હતી. અને દિવ્યેશને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી દિવ્યેશની કડક પૂછપરછ કરતા તેણે આ ઇન્જેક્શન અમરોલી છાપરાભાઠા ખાતે રહેતા મિત્ર વિશાલ ઇન્દ્રકુમાર અવસ્થી પાસેથી 5400 રૂપિયામાં ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું. જાણવા મળ્યું છે કે, આરોપી વિશાલ અવસ્થી કે.પી. સંઘવી હોસ્પિટલમાં મેડીકલ સ્ટોરમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિશાલ અવસ્થીની પણ ધરપકડ કરી હતી. અને તેણે પણ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.

વધુમાં પોલીસ તપાસમાં ઇન્જેક્શન એક્સપાયરી ડેટના હતા અને તેની મૂળ રકમ કરતા બમણી રકમ લઈને વેચવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. એક્સપાયરી ડેટના ઈન્જેકશ દિવ્યેશ પટેલ જેની પાસેથી લાવ્યો હતો તે વિશાલ અવસ્થી રીંગરોડ સ્થિત કે.પી. સંઘવી હોસ્પિટલ અને ઉધના વિસ્તારની જીવન જ્યોત હોસ્પિટલના મેડિકલ સ્ટોરનો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે.

પોલીસ દ્વારા વિશાલની પણ રાતોરાત ધરપડક કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં ઉપરોક્ત બંને મેડીકલ સ્ટોરમાંથી 8 ઇન્જેક્શન એક્સપાયરી ડેટ વાળા ઇન્જેક્શનનો નિકાલ કરવા માટે આપ્યા હતા. પરંતુ વિશાલે નિકાલ કરવાને બદલે 6 ઇન્જેક્શન દિવ્યેશને વેચી દીધા હતા. જોકે દિવ્યેશ ઝડપાઈ જતા તેણે 2 ઈન્જેકશનનો નિકાલ કરી દીધો હોવાનું પોલીસને જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો સવારથી લાઈનમાં ઉભા રહે છે. અને મહામારીના આ સમયમાં પણ આવા આરોપીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રૂપિયા કમાવવા માટે આવા કીમિયા અજમાવી રહ્યા છે. હાલ આ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ મામલે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ પ્રકારણમાં પોલીસ તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *