સુરત(Surat): શહેરમાં અવારનવાર બળાત્કાર, છેડતી અને લુંટની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત સુરતના કાપોદ્ર વિસ્તારમાં આવેલ જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય શાળામાં ધો.૭ માં અભ્યાસ કરતી બાળકી સાથે છેડતી ની ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા અશ્વનીકુમાર રોડની જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કુલના ધો.૭ માં અભ્યાસ કરતી ૧૨ વર્ષીય બાળાની છેલ્લા એક મહિનાથી ચાલુ ક્લાસે છેડતી કરવાની ઘટના સામે આવી છે. જેને લીધે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બાળકીને જયારે પૂછવામાં આવ્યું કે, તેને શાળાએ શા માટે નથી જવું ત્યારે બાળકીએ જણાવતા કહ્યું કે, સર તેની સાથે છેડતી કરે છે. સાથે બાળકીએ જણાવ્યું છે કે, ગતરોજ પણ નિરવ સરે ફરી ગંદી હરકત કરી હતી. આથી દાદી નેહા અને તેના પિતા સાથે સ્કૂલે પહોંચ્યા તો સર સ્કૂલે આવ્યા જ નહોતા. પ્રિન્સીપાલે પણ સરબો બચાવ કરતા કહ્યું હતું કે તેને અમે શાળામાંથી કાઢી મુક્યો છે. આથી દાદીએ બનાવ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી શિક્ષક નિરવ વૈષ્ણવ (ઉ.વ.૨૩) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બાળકીની દાદીને કહ્યું હતું કે, તેની જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કુલમાં વિજ્ઞાન ભણાવતા સર નિરવ વૈષ્ણવ ચાલુ ક્લાસે તેની છાતીના ભાગે, સાથળ પર અને પાછળના ભાગે હાથ ફેરવે છે. દાદીને લાગ્યું હતું કે, બાળકી સ્કૂલે નહીં જવાના બહાના કાઢે છે. આથી તેમણે વાત ધ્યાને લીધી નહોતી. જોકે, ત્યાર બાદ પણ બાળકી તેના સરની ફરિયાદ કરતી હતી જેને લીધે દાદીએ બીજા દિવસે શાળામાં આવી મેડમને વાત કરવા કહ્યું હતું. પણ તે સમયે બાળકીએ મેડમને વાત નહીં કરવા અને હવે પછી સર આવું કરશે તો તમને કહીશ તેમ કહ્યું હતું.
હાલમાં તો આરોપી શિક્ષક નિરવ વૈષ્ણવ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે એક સવાલ તો જરૂર ઉઠે કે વિદ્યાનું મંદિર ગણાતી શાળામાં જ આ પ્રકારની છેડતી કરવી કેટલી યોગ્ય? અને એ પણ એક ના તો કોઈનો ડર કે લાજ શરમ રાખ્યા વગર? જો આવી જ રીતે છોકરીઓની છેડતી કરવામાં આવશે તો સુરતનું નામ બદનામ થતા વાર નહિ લાગે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.