મહાત્મા ગાંધીના પરિવાર વિશેની આ વાતો તમે ક્યારેય નહિ વાંચી હોય કે નહિ સાંભળી હોય

ભારતમાં દર વર્ષે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીના જન્મદિવસ(Mahatma Gandhi’s birthday) નિમિત્તે ગાંધી જયંતિ(Gandhi Jayanti) ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાત(Gujarat)ના પોરબંદર(Porbandar)માં થયો હતો. માતાનું નામ પુતળીબાઈ(Putlibai) અને પિતાનું નામ કરમચંદ ગાંધી(Karamchand Gandhi) હતું. વિશ્વને અહિંસાનો મંત્ર આપનાર મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતી(152nd Birth Anniversary) 2 ઓક્ટોબર, 2021 એટલે કે આજ રોજ ઉજવવામાં આવશે.

ગાંધી જયંતિના પ્રસંગે લોકો મહાત્મા ગાંધીને યાદ કરે છે, તેમને નમન કરે છે, તેમના ઉપદેશોને અનુસરવાની વાત કરે છે, પરંતુ આજે આ પ્રસંગે અમે તમને એક અલગ જ માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ માહિતી બાપુના પરિવારની છે. તો અમે તમને જણાવીએ કે ગાંધીજીના પરિવાર(Mahatma Gandhi Family)માં કેટલા લોકો છે, કોણ ક્યાં રહે છે, શું કરી રહ્યા છે.

ગાંધીજી અને કસ્તુરબાને ચાર પુત્રો હતા. હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. તેને કોઈ પુત્રી નહોતી. ગાંધીજીનો પરિવાર આ ચાર પુત્રથી આગળ વધ્યો છે.

હરિલાલ ગાંધી:
હરીલાલ ગાંધી ગાંધીજીના મોટા પુત્ર હતા. 1888 માં જન્મેલા અને 1948 માં મૃત્યુ પામ્યા. હરિલાલના લગ્ન ગુલાબબેન સાથે થયા હતા. તેમને 5 બાળકો, બે પુત્રીઓ, રાણી અને મનુ અને ત્રણ પુત્રો કાંતિલાલ, રસિકલાલ અને શાંતિલાલ હતા. રસિકલાલ અને શાંતિલાલ નાની વયે મૃત્યુ પામ્યા. હરિલાલને 4 પૌત્રો છે. અનુશ્રેયા, પ્રબોધ, નીલમ અને નવમાલિકા.

મણિલાલ ગાંધી:
મણીલાલ ગાંધી ગાંધીજીના બીજા પુત્ર છે. મણીલાલ ગાંધીએ સુશીલાબેન સાથે લગ્ન કર્યા છે. તેમને ત્રણ બાળકો છે  સીતા, ઇલા અને અરુણ.

રામદાસ ગાંધી:
રામદાસ ગાંધી ગાંધીજીના ત્રીજા પુત્ર છે. રામદાસ ગાંધીના લગ્ન નિર્મલા સાથે થયા. રામદાસ ગાંધીને ત્રણ બાળકો સુમિત્રા ગાંધી, કનુ ગાંધી અને ઉષા ગાંધી છે.

દેવદાસ ગાંધી:
દેવદાસ ગાંધી ગાંધીજીના સૌથી નાના પુત્ર છે. દેવદાસ ગાંધીએ સી. રાજગોપાલાચારીની પુત્રી લક્ષ્મી સાથે લગ્ન કર્યા. તેને 4 બાળકો રાજમોહન, ગોપાલ કૃષ્ણ, રામચંદ્ર અને તારા છે.

પૌત્રો વિદેશમાં નામ કમાઈ ચુક્યા છે:
રામચંદ્રની પુત્રી લીલા ગાંધીએ બ્રાઉન યુનિવર્સિટી, શિકાગો યુનિવર્સિટી અને લા ટ્રોબ યુનિવર્સિટીમાં ભણાવ્યું છે. મણિલાલ ગાંધીની પુત્રી ઇલા શાંતિ દક્ષિણ આફ્રિકામાં સાંસદ રહી ચૂકી છે. હરિલાલના પુત્ર શાંતિ ગાંધીએ અમેરિકામાં કાર્ડિયોવાસ્ક્યુલર તરીકે કામ કર્યું છે. દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધી. નિવૃત્ત IS અધિકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *