ઉત્તર પ્રદેશ: રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બનતા હોય છે. આ દરમિયાન લાખો લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. તેવામાં યુપીના મેરઠ(Meerut, UP)માં સોમવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. દીકરાને દિલ્હી એરપોર્ટ(Delhi Airport) પર મૂકીને પરત ફરી રહેલા બિજનૌર(Bijnor)માં રહેતા એક પરિવારની બ્રેઝા કાર દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે(Delhi-Meerut Expressway) પર ટોલ પ્લાઝા પાસે ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, 4 મહિલાઓ સહિત 5 લોકોના મોત નીપજ્યા હતા. પોલીસે તમામ મૃતદેહો(corpses)ને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તમામ બિજનૌર અને નજીબાબાદના રહેવાસી હતા.
મળતી માહિતી મુજબ, બિજનૌર જિલ્લાના મોહલ્લા માલીવાલામાં રહેતો 28 વર્ષનો તાજીમ પુત્ર અરમાસ રવિવારે રાત્રે પરિવારના અન્ય ચાર સભ્યો સાથે બ્રેઝા કારમાં દિલ્હી એરપોર્ટ પર પરિવારના યુવાનને છોડવા ગયા હતા. સવારે દરેક લોકો દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે દ્વારા બિજનૌર આવી રહ્યા હતા. એવું જાણવા મળી રહ્યું છે કે, કાર ટોલ પ્લાઝાથી લગભગ 100 મીટર પહેલા રોડ પર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે આસપાસમાં જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. આ અકસ્માત બાદ ટોલ કામદારો સહિત અન્ય લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને આ અંગે પોલીસને જાણ કરી હતી.
પોલીસે લોકોની મદદથી ભારે જહેમત પછી કારમાં ફસાયેલા લોકોને કારની બારી કાપીને બહાર કાઢે ત્યાં સુધી પાંચ લોકોના મોત થઈ ચૂક્યા હતા. મૃતકોમાં એક પુરુષ, ત્રણ મહિલાઓ અને એક 11 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. તે જ સમયે, નાઝિમનો 6 મહિનાનો પુત્ર ઉમેર શ્વાસ લઈ રહ્યો હતો. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાં અધિકારીઓ પણ પહોંચ્યા હતા.
અકસ્માતમાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટ્રક ચાલક દિનુને કસ્ટડીમાં લીધો છે. પોલીસે જણાવ્યું હતું કે, ટ્રક ખરાબ હાલતમાં હાઇવે પર ઉભી હતી. દીનું રસ્તા પર પાર્ક કરેલી ટ્રકનો અંદાજ લગાવી શક્યો ન હતો અને કાર પાછળથી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું હતું. આ અકસ્માતમાં તાજીમ, અરમાસ, ઝુબેરિયા, નફીસા ખાતૂન, ફઝીલાનું મૃત્યુ થયું છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.