24 ઓક્ટોબરનાં રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે (Between India-Pakistan) આયોજિત T-20 વર્લ્ડ કપના મહાસંગ્રામને લીધે ક્રિકેટ (Cricket) ફેન્સના મનોરંજનની સાથોસાથ બ્રોડકાસ્ટર કંપનીઓને પણ ખુબ ફાયદો થશે. આ મેચ વખતે પોતાની બ્રાન્ડની જાણ દર્શકો સુધી પહોંચાડવા કેટલીય કંપનીઓ જાહેરાતની એક-એક સેકન્ડના 3-4 લાખ રૂપિયા પણ ચૂકવવા માટે તૈયાર છે.
ફક્ત 10 સેકન્ડના 30થી 35 લાખ રૂપિયા:
આ વખતે ICC T-20 વર્લ્ડ કપની મેચના પ્રસારણ કરતા સ્ટાર સ્પોર્ટ્સ 24 ઓક્ટોબરનાં રોજ દુબઈમાં આયોજિત ભારત-પાકિસ્તાનની મેચ માટે અલગથી જાહેરાત માટે કોઈ સ્લોટ વેચી રહ્યું નથી. 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T-20 વર્લ્ડ કપની બધી જ મેચ માટે પેકેજમાં જાહેરાતના સ્લોટ બુક પણ થઈ ગયા છે. આ મેચ માટે જાહેરાત આપતી બ્રાન્ડ 10 સેકન્ડનાં 30થી 35 લાખ રૂપિયા આપી રહી છે.
જાહેરાત આપતી કંપનીઓ પાણીની જેમ રૂપિયા વહાવા તૈયાર:
ભારત-પાકિસ્તાન વચ્ચેની આ મેચને ક્રિકેટની એલ ક્લાસિકો કહેવામાં આવે છે. આ મેચને જોવા માટે ફક્ત બંને દેશના જ સમર્થકો નહીં પણ વિદેશી ક્રિકેટ ફેન્સ પણ જોતા હોય છે. જેને લીધે જાહેરાત કરતી કંપનીઓ માટે પણ આ મેચ ખુબ મહત્ત્વની હોય છે.
વર્ષ 2019 ICC વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ક્રિકેટ મેચ પ્રસારક દ્વારા અંતિમ સમયે કેટલાક સ્લોટનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ સમયે ભારત-પાકિસ્તાનની મેચમાં ફક્ત 10 સેકન્ડ માટે અંદાજે 20 લાખ રૂપિયાનો દર નક્કી કરાયો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા જતા તણાવને લીધે બંને ટીમ વચ્ચે મેચ ફક્ત ICC ટૂર્નામેન્ટ વખતે જ રમાય છે.
આવા સમયમાં ભાગ્યે જ રમાતી મેચને દર્શકો પણ જોવાનું ચૂકતા હોતા નથી. જેથી આવી મેચમાં જાહેરાતના સ્લોટની કિંમતો પણ વધી જતી હોય છે. અહીં નોંધનીય છે કે, વર્લ્ડ કપ વર્ષ 2019માં ભારત-પાકિસ્તાનની મેચમાં કુલ 27.3 કરોડ દર્શકોએ ટીવી પર જોઈ હતી.
ટિકિટના ભાવ પણ નક્કી થઈ ગયા:
આ વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લઈ રહી છે. જેમાંથી ઓમાનમાં આયોજિત મેચમાં ટિકિટની કિંમત સૌથી ઓછી રખાઈ છે. વળી UAEમાં આયોજિત મેચમાં ટિકિટનો ભાવ સૌથી ઓછો છે. જયારે દુબઈમાં 70% દર્શકો સ્ટેડિયમમાં આવીને મેચ જોવાના હોવાથી સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીને દર્શકો સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.