અંધારામાં એકવાર ગયા પછી અહીંથી આજદિન સુધી કોઈ પાછુ નથી આવ્યું- અનેક રહસ્યોથી ઘેરાયેલો છે સુરતનો ડુમસ બીચ

સુરત: રાજ્યમાં આવેલ કેટલીક રહસ્યમયી (Mysterious) જગ્યા (Place) પર આજે પણ સેંકડો પ્રવાસીઓ ફરવા માટે જતા હોય છે ત્યારે પ્રવાસીઓ (Tourists) માં આ જગ્યા પર ફરવાનો કોઈ ડર હોતો નથી. આ જગ્યાનુ નામ ડુમસ બીચ (dumas beach) છે કે, જે સુરત (Surat) માં આવેલ છે.

શહેરના સ્થાનિક લોકોનું માનવામાં આવે તો, આ જગ્યા પર પ્રેત-આત્માઓ હોવાનો દાવો છે. આ રહસ્યમયી બીચ સુરત શહેરમાં આવેલ છે કે, જ્યાં ઘણીવાર પેરાનોર્મલ ઘટનાઓ બનતી રહેતી હોય છે કે, જેને લીધે આ બીચ સતત ચર્ચામાં રહેતો હોય છે.

હરહંમેશ સોશિયલ મીડિયા પર આ બીચની ચર્ચાઓ થતી રહેતી હોય છે. આ ભૂતિયા બીચને લઈ કેટલાક લોકોમાં અનેક પ્રકારની માન્યતા રહેલી હોય છે તેમજ કેટલાય કિસ્સાઓ પ્રચલિત છે પરંતુ ખાસ વાત તો એ છે કે, આ બીચનો નજારો આકર્ષિત તથા ખુબસુંદર છે, જેને લીધે અહી ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે.

દરરોજ આ બીચ પર કોઈને કોઈ રહસ્યમયી ઘટના બનતી રહેતી હોય છે એમ છતાં કેટલાક પ્રવાસીઓ ઉમટી પડે છે. કેટલાક લોકો અહી ભૂતપ્રેત હોવાનો ઉલ્લેખ પણ કરી રહ્યા છે. આ જગ્યા પર કેટલાક લોકોએ અજીબોગરીબ રહસ્યમયી અવાજ પણ સાંભળ્યા છે. જયારે આ બીચ પર રાત્રે ફરવા ગયેલા ટુરિસ્ટ આજદિન સુધી પાછા આવ્યા નથી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વર્ષો અગાઉ આ બીચનો ઉપયોગ સ્મશાન તરીકે થતો હતો. જેથી હાલમાં પણ અહી પ્રેત-આત્માઓ ભટકતી રહે છે. જેને લીધે રાત્રે અહી બીચનો રંગ કાળા રંગનો થઈ જાય છે. જયારે રાતના સમયે અહી કૂતરાઓનો સ્વભાવ બદલાઈ જતો હોય છે. તેઓ પણ અજીબોગરીબ અવાજ કાઢવા લાગે છે.

આ જ કારણે સુરતમાં આવેલ ડુમસ બીચનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ કરાયું છે. સમગ્ર દેશ-દુનિયાના અમુક લોકો આ ડરાવણા બીચને જોવા માટે આવેતા રહેતા હોય છે તો રાતના સમયે બીચની આજુબાજુ કોઈ ભટકતુ નથી.    

આ દુનિયા અનેકવિધ રહસ્યોથી ભરપુર છે ત્યારે કેટલાક રહસ્યો અચંબામાં મૂકી દે એવા હોય છે. હાલમાં આપણે ગુજરાતના એક એવા જ સ્થળની વાત કરી કે, જે અનેક રહસ્યોથી ભરેલી છે. આમ તો આ જગ્યા વિશે તમે ઘણુ સાંભળ્યુ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *