નવસારીમાં 25 વર્ષીય યુવાને ઈલેક્ટ્રિક થાંભલા પર ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું- કારણ અકબંધ

ગુજરાત(Gujarat): રાજ્યના નવસારી(Navsari) જિલ્લાની કોર્ટની પાછળ આવેલા મતિયા પાટીદાર વાડીની સામેની વસાહતમાં રહેતા 25 વર્ષીય યુવાન જય રાજુભાઈ રાઠોડ સાબુની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. આજે…

ગુજરાત(Gujarat): રાજ્યના નવસારી(Navsari) જિલ્લાની કોર્ટની પાછળ આવેલા મતિયા પાટીદાર વાડીની સામેની વસાહતમાં રહેતા 25 વર્ષીય યુવાન જય રાજુભાઈ રાઠોડ સાબુની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. આજે વહેલી સવારે 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા દરમિયાન ઘર પાસે આવેલા ઈલેક્ટ્રિક પોલ(Electric pole) પર ઓઢણી બાંધીને ફાસો(Suicide) ખાઈને જીવનને ટુંકાવ્યું હતું.

વહેલી સવારે યુવાનને મૃત અવસ્થામાં જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. સાથે જ સ્થાનિકો એ તાત્કાલિક પોલીસને જાણ કરતાં ટાઉન પોલીસ મથકના કર્મચારીઓને જાણ કરતા પોલીસ તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનના આપઘાતને લઈને હાલમાં કોઈ કારણ સામે આવ્યું નથી. પરિવાર પણ યુવાને આ પગલું ભર્યું તેનાથી અજાણ છે અને જુવાનજોધ દીકરાના આપઘાતથી સમગ્ર પરિવાર પણ દુઃખમાં સરી પડ્યો છે.

આ સમગ્ર મામલે ટાઉન પોલીસ મથકના પી.એસ.આઇ શર્દુલ ભુવા હાલમાં તપાસ કરી રહ્યા છે અને અકસ્માત છે કે મોત તેને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારના એકના એક અને ઘરનું ભરણપોષણ કરતાં દીકરાના આપઘાતના પગલાંથી પરિવાર નો માળો વિખેરાયો છે અને મા-બાપ સહિત ભાઈ બહેન પણ નિરાધાર બની ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 25 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે અને પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. શા માટે યુવાને આપઘાતનું પગલું ભર્યું તે અંગેની કોઈ પણ પ્રકારની માહિતી હાલ સામે આવી નથી. આ ઘટના અંગે પોલીસ તંત્રએ આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *