હરિયાણા: હરિયાણા(Haryana)ના કુરુક્ષેત્ર(Kurukshetra)ના શાહબાદમાં(Shahbad) નવરાત્રિના પહેલા જ દિવસે માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત(Accident)માં માતાના ત્રણ ભક્તોના મોત નીપજ્યા છે. મૃત્યુ થયેલામાં સિરસાલ(Sirsal) જિલ્લા કૈથલ(Kaithal)ના બે રહેવાસી અને એક ગામ ચોચડા(Chochda) જિલ્લા કરનાલનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે શાહબાદ(Shahbad), કુરુક્ષેત્રની આસપાસની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, જિલ્લા કૈથલના સિરસાલ ગામના 22 જેટલા મુસાફરો ક્રુઝર કારમાં ત્રિલોકપુર મંદિર ખાતે નવરાત્રિ નિમિત્તે માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા. રાત્રે 11 વાગ્યાની આસપાસ, શાહાબાદથી નીકળતાં જ ક્રૂઝર કાર સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ. ટ્રકની ટક્કરથી ક્રુઝર કાર ઉડાવી દેવામાં આવી હતી. ટક્કર લાગવાથી જોરદાર અવાજ આવ્યો હતો.
જેથી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘાયલોને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. આ પછી, સહાયક સંસ્થાના લોકો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા. મૃત્યુ પામનારાઓમાં 23 વર્ષીય કમલ, 30 વર્ષીય સુમન- સિરસાલ ગામનો રહેવાસી અને 25 વર્ષીય દેવપ્રશન ઉર્ફે બિટ્ટુ, ચોચડા ગામનો રહેવાસી છે.
અકસ્માત અંગે માહિતી મળતા, હુડા પોલીસ ચોકીના પ્રભારી જય કિશન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ચંદીગઢ પીજીઆઇમાં મોકલવામાં આવ્યા છે. અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માતના સમાચાર પહોંચતા જ સિરસાલ અને ચોચડા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. કુરુક્ષેત્રમાં મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.