જામનગરમાં ફાટી પડ્યું આભ: મોતરૂપી વીજળીએ બે લોકો અને કેટલાય અબોલ પશુઓના લીધા જીવ 

જામનગર(ગુજરાત): રાજ્યમાં વરસાદે જાણે ફરી માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. જેને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા તો ખેતરો(Farms)માંથી પણ પાણી વહેતા થાય હતા.…

જામનગર(ગુજરાત): રાજ્યમાં વરસાદે જાણે ફરી માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. જેને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા તો ખેતરો(Farms)માંથી પણ પાણી વહેતા થાય હતા. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે આવેલા વરસાદને કારણે જાનમાલનું(Damage After Lightning in Jamnagar) નુકસાન પણ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, વીજળી પડવાને કારણે બે લોકોના મોત(Two deaths) થયા તો અનેક પશુઓના પણ મોત થયા છે. ભારે વીજળીના કડાકા અને ભડાકાને કારણે લોકોમાં ભયનો માહોલ છ્વાયો હતો.

મળતી માહિતી મુજબ, શુક્રવારે સાંજે 5:30 વાગ્યા પછી કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. જોતજોતામાં સમગ્ર વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. તો થોડી વાર એવો ભારે પવન પણ ફૂંકાયો કે જાણે વાવાઝોડું આવ્યું હોય. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. વિઝિબિલિટી ઓછી થઈ જતા આ લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં લાલપુર, ધ્રોલ, જામજોધપુર સહિતના તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદનું ઝાપટું પડયું હતું. વડાણા ગામે રહેતા 55 વર્ષીય ઈસ્માઈલભાઈ કાસમભાઈ કાતીયાર અને તેમની પુત્રવધુ નજમા બેન પર વીજળી પડતાં બંનેના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આસિફભાઇ ભુપત આંબરડી ગામમાં વીજળી પડતા બે બળદના પણ મોત નીપજ્યા છે. ઉપરાંત, નંદાણા ગામે એક ભેંસ ઉપર વીજળી પડી હોવાને કારણે તેનું મોત થયું હતું.

અઠવાડિયા સુધી વિરામ લીધા બાદ મેઘરાજાએ ફરી ધોધમાર એન્ટ્રી કરી હતી. ખાસ કરીને સમગ્ર હાલાર પંથકને મેઘરાજાએ ધમરોળ્યું હતું. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, લાલપુર પંથકમાં 17 મીમી વરસાદ નોંધાયો હતો. તો અનેક ગામડાઓમાં ખેતરોમાંથી પાણી વહેતા થઇ ગયા હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ ખેડૂતો મગફળી પાક તૈયાર થઈ ગયો હોય અને ઉપાડવાની તૈયારી કરી રહ્યા હોય એવા સમયે આવેલા વરસાદને કારણે ખેડૂતો પણ મુંજાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *