સિદ્ધાર્થ શુક્લાનાં નિધનનાં થોડા જ મહિના બાદ શહનાઝ ગીલે કર્યું એવું કે, ધડાધડ વાયરલ થયો વિડીયો, જુઓ અહીં

Published on: 3:58 pm, Sat, 9 October 21

ગત 2 સપ્ટેમ્બર વર્ષ 2021ના રોજ પ્રખ્યાત અભિનેતા (Famous actor) સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla) નું હાર્ટ એટેક (Heart attack) ને લીધે અવસાન (Death)  થયું હતું. સિદ્ધાર્થ શુક્લાના અવસાનનાં સમાચાર સાંભળીને તમામ લોકો હચમચી ઉઠ્યા હતા પણ સૌથી ખરાબ હાલત તો શેહનાઝ ગિલ (Shehnaz Gill) ની થઈ હતી.

શેહનાઝ ગિલ તથા સિદ્ધાર્થ શુક્લાની મુલાકાત બિગ બોસ 13 વખતે થઈ હતી. સિદ્ધાર્થ શુક્લાના અવસાન પછી બધા જ લોકો શેહનાઝ ગિલ વિશે જાણવા માંગતા હતા. 15 ઓક્ટોબર વર્ષ 2021ના રોજ શેહનાઝ ગિલની સૌપ્રથમ ફિલ્મ ‘હૌસલા રખ’ રિલીઝ થવ જઈ રહી છે.

આ ફિલ્મમાં શેહનાઝ ગિલ અભિનેતા તથા સિંગર દિલજીત દોસાંજ સાથે જોવા મળશે. આ ફિલ્મનું એક પ્રમેશનલ ગીત શૂટ થવાનું હતું કે, જેમાં શેહનાઝ પણ જોવા મળશે. આ સમાચાર આગની જેમ ફેલાતા 7 ઓક્ટોબરે શેહનાઝ કામ પર પાછી ફરશે. હવે તેની આગામી ફિલ્મના સેટનો એક નવો વીડિયો સામે આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

સિદ્ધાર્થ શુક્લા તથા શેહનાઝ ગિલ વચ્ચે ખુબ જ સારું બોન્ડિંગ રહ્યું હતું. સિદ્ધાર્થની અચાનક વિદાય પછી શેહનાઝની હાલત ખુબ ખરાબ થઈ ગઈ હતી. જેના ચાહકો પણ ચિંતાતૂર થઈ ગયા હતા. હવે આ વીડિયોને જોઈ તેમને હાશકારો થશે. આપને જણાવી દઈએ કે, ફક્ત 40 વર્ષની ઉંમરમાં ટીવી તેમજ બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકને લીધે નિધન થયુ હતું.

સિદ્ધાર્થ શુક્લા બાલિકા વધુથી ઘરે-ઘરે ફેમસ થયા હતા પણ બિગ બોસ 13ના વિજેતા બન્યા પછી તેમની ફેન ફોલોવિંગમાં ખૂબ વધારો જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે, તેમનાં પરિવારમાં માતા તેમજ 2 મોટી બહેનો છે. જ્યારે તેઓ મોડલિંગ કરતા ત્યારે તેમના પિતા અશોક શુક્લાનું ફેફસા ખરાબ થવાથી નિધન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.