જો તમે પણ ઓક્ટોબર મહિનામાં બેંક સાથે જોડાયેલા કામો કરવાના હોવ તો, પહેલા આ સમાચાર જરૂર વાંચી લેજો. કારણ કે, ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ, દશેરા સહિત કેટલાય તહેવારો આવી રહ્યા છે. આ ક્રમ આજથી અલગ અલગ શહેરોમાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે. આવા સમયે જો કોઈ બેંકનું જરૂરી કામ પતાવાનું હોય તો ફટાફટ પતાવી લેજો.
ભારતીય રિઝર્વ બેંકે ઓક્ટોબર મહિના માટે સત્તાવાર બેંક રજાઓની યાદી જાહેર કર્યા પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં કુલ 21 રજાઓ આવે છે. આ દરમિયાન, ભારતમાં કેટલાય શહેરોમાં બેંક સતત બંધ રહેશે. આ ઉપરાંત જણાવી દઈએ કે, 21 દિવસની રજામાં અઠવાડીયક રજા પણ શામેલ છે. આ રજાઓના ક્રમમાં આજથી દેશના અલગ અલગ શહેરોમાં 13 દિવસ બેંક બંધ રહેશે.
જણાવી દઈએ કે, દેશભરની તમામ બેંક 21 દિવસ બંધ નહીં રહે. કારણ કે, RBI તરફથી નક્કી કરવામાં આવેલી રજાઓ અમુક ક્ષેત્રિય તહેવાર પર નિર્ભર હોય છે. એટલે કે, અમુક રજાઓ ફક્ત અમુક રાજ્યો પુરતી મર્યાદિત હોય છે. બાકીના રાજ્યોમાં કામ ચાલુ રહે છે. એટલું જ નહીં અમુક જગ્યાએ બેંક પાંચ દિવસ સુધી બંધ રહેવાની છે. મહાસપ્તમી, મહાઅષ્ટમી અને દશેરાના કારણે પણ બેંક કર્મીઓની રજા રહેશે. ઓક્ટોબર મહિનાની અંતિમ રજા 31 તારીખે છે.
અમે તમને જણાવી દઈએ કે, બેંકો દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ સિવાય દરેક રાજ્યમાં જુદા જુદા તહેવારો, મેળાઓ કે કોઈ ખાસ કાર્યને કારણે તે રાજ્યમાં બેંકોમાં રજાઓ હોય છે. જોકે, આ રજાઓની નેટ બેન્કિંગ પર કોઈ અસર થતી નથી. આ સેવા રાબેતા મુજબ ચાલુ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.