ગુજરાત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) ના વિદ્યાર્થીઓ (Students) માટે નવરાત્રિ (Navratri) નું આયોજન કરાયું હતું. નવરાત્રિમાં ફક્ત યુનિવર્સિટીના વિભાગના તેમજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન કરાયું હતું. ઉમરા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કહ્યું હતું.
વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું હતું કે, તમે કોની પરવાનગીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો ત્યારે આ અંગે પોલીસ તથા વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી તેમજ બાદમાં ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ હતી કે, જેથી વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાયો હતો.
જોતજોતાંમાં સ્થિતિ ઉગ્ર થઈ:
યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક જ દિવસની નવરાત્રિની પરવાનગી અપાઈ હતી કે, જેમાં ફક્ત ને ફક્ત યુનિવર્સિટીના હોસ્ટેલના તેમજ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટે જણાવાયું હતું. ગરબા દરમિયાન ઉમરા પોલીસ મથકના સ્ટાફે ત્યાં આવીને વિદ્યાર્થીઓને કેટલાંક સૂચનો આપ્યાં હતાં.
બે-ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ મથકનાં મહિલા PI સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું ચર્ચામાં આવી રહ્યું છે. જોતજોતાંમાં સ્થિતિ એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે, પોલીસ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી. PCR વાનમાં આવેલ પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વણસતાં બીજા કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા.
વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો:
વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાંથી ઉમરા પોલીસમથકમાં લઇ જવાતાં ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમને છોડાવવા માટે ઉમરા પોલીસ મથકનો ઘેરાવો કરવા માટે પહોંચ્યા હતા, વિદ્યાર્થીઓનું જણાવવું હતું કે અમે મંજુરી સાથે ગરબાનું આયોજન કર્યું હતું તો પોલીસે ખોટી રીતે કેમ દખલ કર્યો.
મંજૂરી વિના પોલીસ આવી ન શકે:
કુલપતિના આદેશ વગર પોલીસ યુનિવર્સિટી કેમ્પસમાં આવી શકે નહીં, જેથી જે-તે પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉમરા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે આવું ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જયદીપ ચૌધરી જણાવે છે.
કેમ્પસ અધ્યક્ષ ઇશાન મટ્ટુ જણાવે છે કે, અમે વાત કરવા માટે પહોંચ્યા તો પોલીસે ગાળો આપી હતી તેમજ મને કોલર પકડીને પોલીસ મથકમાં લઇ આવ્યા હતા કે, જ્યાં ABVPના કાર્યકર્તાને લાઠી મારી હતી તેમજ પોલીસની દાદાગીરી સામે આજે વિરોધ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.