ગુજરાત(Gujarat): રાજ્યમાં નવરાત્રી(Navratri 2021)ના આઠમા નોરતે દેવીસ્થાનના દર્શનનું વિશેષ મહત્વ છે. ત્યારે પાવાગઢ(Pavagadh) નીજ મંદિરની નજીકથી ઉંચાઈ પરથી ઉતારેલો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ(Viral video) થયો છે. આ વાયરલ વીડિયોમાં ભક્તોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર(Ghodapur of devotees) જોવા મળ્યું હતું. નિજ મંદિર નજીકના પગથિયાંથી નીચે તરફ ખુબ જ ભીડ જોવા મળી હતી.
View this post on Instagram
ગઈ કાલે આસો સુદ આઠમ નિમિત્તે પાવાગઢ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ગઈ કાલે અંદાજે 2 લાખથી વધુ ભક્તોએ માં મહાકાળીના દર્શન(Mahakali) કરીને ભાવુક થયા હતા. તો પરમ દિવસે રાત્રે પણ વરસતા વરસાદની અંદર પણ પાવાગઢ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ પાવાગઢમાં માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ જોવ મળી હતી.
પાવાગઢમાં કોરોના કાળને લઈ છેલ્લા ઘણા વખતથી યાત્રાળુઓની પાંખી હાજરી બાદ ગઇકાલે આઠમા નોરતે અંદાજિત બે લાખ જેટલા યાત્રાળુઓનું ઘોડાપૂર ધસી આવતાં તંત્ર પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. પર્વત પર ભીડના કારણે મંદિરમાં પગ મૂકવાની જગ્યા પણ નહોતી. ભક્તોની ભીડનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા(Social media)માં ખુબ જ વાઇરલ થયો છે.
ભક્તોના ઘોડાપુરનો વિડીયો આવ્યો સામે:
કોરોનાને બાજુમાં મુકીને દર્શન કરવા ઉમટી પડ્યા લોકો:
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.