દશેરાના દિવસે મોંઘવારીરૂપી રાવણનું ન થયું દહન! ફરીએક વખત વાહન ચલાવવું પડશે મોંઘુ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો

પેટ્રોલ અને ડીઝલ(Petrol diesel price hike)ના ભાવમાં ભારે વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​ફરી સામાન્ય માણસને આંચકો આપ્યો છે. આજે દશેરા(Dussehra)ના દિવસે એટલે કે શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલ(Petrol-Diesel Price)ના ભાવમાં આજે 35-35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 105.14 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

આ મહિનામાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો લગભગ દરરોજ વધી છે. ઓક્ટોબરના પહેલા 10 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 2.80 રૂપિયાનો વધારો થયો છે. સાથે જ ડીઝલની કિંમતમાં 3.30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ચાર મહાનગરોમાં15 ઓક્ટોબર 2021 ના ​​રોજ પેટ્રોલ ડીઝલની કિંમત:
આજ રોજ દિલ્હીમાં પેટ્રોલ 105.14 રૂપિયા અને ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લીટર સપાટીએ પહોચ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 111.09 રૂપિયા અને ડીઝલ 101.78 રૂપિયા પ્રતિ લીટર સપાટીએ પહોચ્યું છે. ચેન્નાઈ પેટ્રોલ 102.40 રૂપિયા અને ડીઝલ 98.26 રૂપિયા પ્રતિ લીટર સપાટીએ પહોચ્યું છે. કોલકાતા પેટ્રોલ 105.76 રૂપિયા અને ડીઝલ 96.98 રૂપિયા પ્રતિ લીટર સપાટીએ પહોંચી ગયું છે.

આ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર:
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે. તમને જણાવી દઈએ કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા કર અને પરિવહન ખર્ચને કારણે બદલાય છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *