ગુજરાત(Gujarat): રાજ્યનો એક માછીમાર(Fisherman) રાતોરાત કરોડપતિ(Overnight millionaire) થઇ જતા ચમત્કાર(Miracles) જેવો કિસ્સો સામે આવ્યો છે. તમને જાણીને ચોંકી જશો કો કે એવી તો કેવી લોટરી લાગી કે માછીમાર રાતોરાત જ કરોડ પતિ થઇ ગયો. ઉનાના સૈયદ રાજપરા ગામનો માછીમાર પોતાના માછીમારીના વ્યવસાય દરમિયાન એવી વસ્તુને જાળમાં ફસાવી લાવ્યો કે, તેને ખુદને પણ જોઇને વિશ્વાસ થતો નહોતો. આ માછીમારને કરોડપતિ થવા માટે તેને કોઈ ટીવી શોની તૈયારી નથી કરવી પડી, પરંતુ અચાનક જ કરોડપતિ બનતા માછીમારની ખુશીનો પાર નથી રહ્યો.
View this post on Instagram
કહેવામાં આવે છે કે, ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ… ત્યારે આવું જ કઈક ઉનાના સૈયદ રાજપરા ગામના માછીમાર સાથે બન્યું છે. ભીષણ ગરીબી અને માછીમારી દરમિયાન ક્યારેક, ઘરમાં ઈદ અને ક્યારેક રોજા,જેવા દિવસો કાઢતા માછીમાર પરિવાર ના નસીબ આડેથી મોટી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી લીધો છે. માછીમાર સાથે એવું બન્યું છે કે, નિત્યક્રમ મુજબ જ માછીમાર પોતાના સાધન-સંસાધન સાથે માછીમારી કરવા માટે નીકળી ગયો હતો.
પાછા આવતા સમયે જાળમાં અંદાજે 2 હજાર જેટલી માછલીઓ પકડાતા માછીમાર ખુશ ખુશાલ થઇ ગયો છે. જ્યારે, નાવ લાંગરીને માછલીની જાતની ખરાઈ કરી ત્યારે તેના ખુશીનો પાર ના રહ્યો. કારણકે, તેની જાળમાં જે માછલીઓ આવી હતી તે કોઈ સામાન્ય પ્રજાતિની માછલીઓ નહોતી પરંતુ આ ધોલ પ્રજાતિની માછલી હતી જે ખુબ જ કિંમતી હોય છે. જે એક કિલો ધોલ પ્રજાતિની માછલીની કિમત અંદાજે 5 હજાર રૂપિયામાં વહેચાઈ છે.
ધોલ માછલીની બજારમાં ખુબ ઉંચી કિમત જોવા મળી રહી છે. જ્યારે માછીમારને આ ખબર પડી ત્યારે તેની ખુશીનો પાર રહ્યો નહોતો અને તેને અહેસાસ થયો કે તેની સાથે ચમત્કાર થયો છે. નાના એવા સૈયદ રાજપરામાં માછલીની પ્રજાતિ અંગે ખબર પડતા જ ગામના લોકોની ભીડ અને અન્ય કેટલાય માછીમારો એકત્રિત થઇ ગયા છે અને માછીમારને અભિનંદન આપ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.