સુરત(Surat): શહેરમાં મા મોગલ(Maa Mogal) અને મા મેલડી(Maa Meladi)ના ગરબા સાથે અશ્લીલતા વિવાદ પૂરો નથી થયો ત્યાં તો હવે સુરત (Surat) થી ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરત સ્વામિનારાયણ(swaminarayan) સંપ્રદાયના સ્વામીએ માતાજી વિશે બિભત્સમ વર્ણન(Nasty description) કરતા વિવાદ છેડાયો છે. સ્વામીનારાયણ સંતની માતાજી પ્રત્યેનો વર્ણન કરતો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થતા ભક્તોએ તેમનો વિરોધ નોંધાવ્યો છે.
View this post on Instagram
લોકોએ સ્વામીને બરોબરનો મેથીપાક ચખાડ્યો:
સુરત શહેરમાં એક ધાર્મિક લાગણી દુભાવતો એક સંતનો વીડિયો(viral video) સામે આવ્યો છે. સુરત શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માતાજી વિશે બિભત્સ વર્ણન કરતા વિવાદ છેડાયો છે. સ્વામીનારાયણ સંતે માતાજીના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરતા ભાવિકોની લાગણી દુભાણી હતી અને સંત સામે ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. માતાજીનું અપમાન કરનાર સ્વામીને લોકોએ બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. માતાને સ્વર્ગની અપ્સરા જેવો ખોટો ઈતિહાસ રજૂ કરી માતાજીને અપમાનિત કરનાર સંત સુરત શહેરનો હોવાની જાણ થતા ભાવિકો તેમની પાસે ઉમટી પડ્યા હતા.
લોકોએ મંદિરમાં જઈને વિવાદિત સંતને પકડી પાડ્યો હતો. ત્યારે વિવાદિત સંતને મેથીપાક ચખાડતા દ્રશ્યોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આખરે મંદિરના લોકો ભેગા થઇ જતા સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. સ્વામી દ્વારા માતાજી બદલ અભદ્ર શબ્દો બોલવા મામલે માફી માંગી હતી અને વાયરલ થયેલો આ વીડિયો ડિલીટ કર્યો હતો. જોકે તે અગાઉ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
આ વાયરલ વિડીયોમાં સ્વામી માતાજીના વર્ણન વિશે વાત કરી રહ્યાં છે. જેમાં ચારણ અને મહારાજ વચ્ચેની વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. જેમાં ચારણ મહારાજને સ્વર્ગની અપ્સરા જેવી માતાનું વર્ણન કરવામાં આવે છે. નેસડામાં રહેતી એક અપ્સરાનું પણ વીડિયોમાં વર્ણન કરવામાં આવ્યું છે. વિડીયોમાં સ્વામી વર્ણન કરતા કહી રહ્યા છે કે, ‘ચારણે પોતાની કુબુદ્ધિથી અપ્સરાનું વર્ણન કર્યું છે. નેસડામાં એક અપ્સરા રહે છે અને મૃગ જેવી જેની આંખો છે તથા ભરાવદાર તેની છાતી છે.આ પ્રકારની બીભત્સ વર્ણન કરતો વિડીયો વાયરલ થતા સ્વામીને લોકોએ બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.