હાલમાં એક ખુબ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાયપુર રેલવે સ્ટેશન (Raipur railway station) પર ઉભેલી એક ટ્રેનમાં બ્લાસ્ટ (Blast in the train) થયો છે. આ બ્લાસ્ટમાં CRPFના 6 જવાન ઘાયલ થયા છે. સવારમાં અંદાજે 6 વાગ્યાંનાં સુમારે પ્લેટફોર્મ નંબર 2 પર ઘટના બની છે.
જેમાંથી એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. જેને સારવાર માટે રાયપુરની શ્રી નારાયણા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા અન્ય ઘાયલ જવાનોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ ઘટના પછીથી રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવાઈ છે.
કોઈ સામાન્ય માણસને કોઈ નુકસાન નથી થયું. એવું જાણવા મળી રહ્યું રહ્યું છે કે, ડેટોનેટર ફાટવાથી બ્લાસ્ટ થયો છે. પ્રાથમિક રીતે પોલીસ અને સુરક્ષા દળોની ટીમ રાહત કાર્યમાં જોડાઈ ચુકી છે. મળી રહેલ જાણકારી પ્રમાણે, રાયપુર રેલવે સ્ટેશનન પ્લેટફોર્મ નંબર 2 પર ઉભેલી ટ્રેનમાં સવારે સાડા 6 વાગે બ્લાસ્ટ થયો હતો.
CRPF 211મી બટાલિયનના જવાન સ્પેશિયલ ટ્રેનથી જઈ રહ્યા હતા. આ સમયે રાયપુર રેલવે PRO શિવ પ્રસાદે બ્લાસ્ટની પુષ્ટિ કરી હતી. ડમી કારતૂસ બોક્સમાં રાખવામાં આવ્યા હતા. સામાન ટ્રેનની બોગીમાં રાખતા જ ફાટ્યો હતો. આ ટ્રેનમાં બટાલિયનના જવાન ખુબ મોટી સંખ્યામાં હતા.
આ દરમિયાન બાથરુમની નજીક રાખવામાં આવેલ ડેટોનેટર ફાટ્યુ હતુ. જેમાં 6 જવાન તેની ઝપેટમાં આવ્યા હતા. બ્લાસ્ટ થયા પછી થોડી વાર સુધી સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. બાદમાં ટ્રેન 7.15 વાગે રવાના કરાઈ હતી.
આ જવાનો થયા ઘાયલ:
આ ટ્રેન બ્લાસ્ટમાં ચવન વિકાસ લક્ષ્મણ, રમેશ લાલ, રવિન્દ્ર કર, સુશીલ અને દિનેશ કુમાર પૈકરા ઘાયલ થયા છે જયારે એક જવાન વિકાસ ગંભીર રીતે ઘાયલ છે. જેને સારવાર માટે શ્રી નારાયણા હોસ્પિટલમાં દેવેન્દ્ર નગરમાં દાખલ કરાયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, બાકીના ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાઈ છે.
બાદમાં તેમની સ્થિતિ ખુબ સારી છે. પોલીસે ઘાયલોનું નિવેદન નોંધયું છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ડેટોનેટર કઈ પરિસ્થિતિમાં ફાટ્યુ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માહિતી પછીથી પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.