સુરત કડોદરા GIDCમાં અચાનક જ ભભૂકી ઊઠી ભીષણ આગ, 2ના મોત- 10 કરતા વધુ ફાયરની ગાડી ઘટનાસ્થળે

સુરત(Surat): શહેરના કડોદરા GIDCમાં ભીષણ આગ(Fire in Surat)ની ઘટના સામે આવી છે. કડોદરામાં આવેલી વિવા પેકેજિંગ મિલ(Viva Packaging Mill)માં ભીષણ આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભીષણ આગને કાબુમાં લેવા માટે 10 કરતા પણ વધારે ફાયર ફાયટરો તાત્કાલિક પણે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિવા પેકેજિંગ મિલમાં પાંચ માળની બિલ્ડિંગમાં આગ લાગી છે. આગથી બચવા માટે કામ કરતા મજૂરો પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કુદતા જોવા મળ્યા હતા. આ ભીષણ આગની દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે. મળતી માહિતી અનુસાર આગમાં 15 લોકો દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે.

કામદારોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા:
મળતી માહિતી અનુસાર, વિવા પેકેજિંગ મિલમાં લાગેલી ભીષણ આગ બાદ કામ કરતા લોકોને ક્રેઇન વડે રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે અનેક કામદારોએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદકો માર્યો હોવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટના દરમિયાન બે લોકોના મોત થઇ ચુક્યા છે. ભીષણ આગ અંગેની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તુલાકાના મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

વિવા પેકેજિંગ કંપનીમાં લાગી હતી આગ :
મળતી માહિતી અનુસાર સુરતની કડોદરા GIDCમાં વિવા પેકેજિંગ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હત. આ પેકેજિંગ કંપનીમાં પાંચમા માળે આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક કામદારોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પરંતુ આગ કયા કારણોસર ભભૂકી ઊઠી એ હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમ દ્વારા કામદારોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં. જયારે અન્ય બે લોકોના મોત થયા છે.

125 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ:
ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટેની કામગીરી હાથ ધરી હતી. જયારે આ આગમાં ફસાયેલા 125 કામદારોને ક્રેન મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેમાં એક કામદારનું ચોથા માળેથી કુદતા મોત થયું હતું જયારે અન્ય એક કામદારનું બેઝમેન્ટમાં ધુમાડાની ગુંગળામણથી મોત થયું છે તેવી માહિતી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *