મોટા સમાચાર: ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું આટલા કરોડનું રાહત પેકેજ- રોડ રસ્તાને લઈને આપ્યા મોટા આદેશ

ગુજરાત: હાલમાં એક સમાચાર (News) સામે આવ્યા છે કે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) દ્વારા ખાણ-ખનીજ વિભાગ તથા GIDC ના પડતર પ્રશ્નો ઝડપથી હલ કરવા માટેનાં આદેશ (Command) ની સાથોસાથ ખેડૂતો (Farmers) ને થયેલ પાક નુકસાન (Crop damage) માટે આપવાની સહાયને લઈ પણ જાહેરાત કરી છે. આની સાથે આદેશ આપી દેવાયા છે.

ખેડૂતો માટે સહાયની જાહેરાત:
ગુજરાત સરકારની કેબિનેટ મીટીંગમાં આજે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે મહત્વપૂર્ણ વાત તો એ છે કે, આ બેઠકમાં ખેડૂતોની સહાય તથા રાજ્યમાં રોડ-રસ્તાને લઈને આપવામાં આવેલ આદેશ સૌથી અગત્યના રહેલા છે. ગુજરાતનાં ખેડૂતો માટે આજે રાજ્ય સરકાર દ્વારા મોટી સહાયની જાહેરાત કરતાં 546 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજમાં સરકારનાં જણાવ્યા પ્રમાણે 2.82 લાખ ખેડૂતોને લાભ મળશે.

નુકસાન સામે રાહતની જાહેરાત: 
આજે CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કેબિનેટની બેઠક પછી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, વરસાદ પછી સૌરાષ્ટ્ર સહિતનાં આઠ જેટલા જિલ્લાઓમાં ખેડૂતોને ખુબ નુકસાન થયું હતું કે, જેમા સર્વે કર્યા પછી સહાયની જાહેરાત કરાઈ છે. જેને લીધે સહાય મળી રહેશે.

આની સાથે જ આગળ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કુદરત રૂઠે ત્યારે ખેડૂતો પર જે મુશ્કેલી આવતી હોય છે તેની સામે તે ખેડૂત ફરીથી ઊભો થઈ શકે એ માટે આ મદદની જાહેરાત કરવામાં આવી છે. વાઘાણીએ આગળ જણાવ્યું હતું કે, ખેડૂતોની અરજી કરવાનો ખર્ચ પણ સરકાર જ ભોગવશે.

રોડ રસ્તાનાં કામ દિવાળી પહેલા પૂરા કરવાના આદેશ અપાયા: 
આની સાથે જ વાઘાણીએ કહ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી પૂર્ણેશ મોદી સહિત આખા મંત્રાલયને રોડ રસ્તાને લઈ સૂચના આપી દીધી છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બધા જ ગામડા તેમજ શહેરમાં દિવાળી પહેલા જ રિપેરિંગ કામ પૂરા કરવાના આદેશ આપી દીધા છે.

આગામી સમયમાં મોટા પાયે થશે ભરતીઓ: 
આની સાથોસાથ જ વાઘાણીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, હાલમાં ભરતીઓની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે આવા સમયમાં આગામી સમયમાં હજુ પણ તબક્કાવાર ભરતીઓની જાહેરાત કરાશે. આમ, રોજગારીના દરમાં પણ વધારો થશે એવી આશંકા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *