ભાજપ નેતાના નામે લેટર વાઈરલ: કેજરીવાલમાં હિંમત હોય તો મૌલવી, મદ્રેસા, લવજેહાદ, હિજાબ મુદ્દે ડીબેટ કરો

હાલમાં સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થયો છે. જેમાં ભાજપના લેટરપેડ નો ઉપયોગ કરીને યજ્ઞેશ દવે કે જેઓ પ્રદેશ મીડિયા કન્વીનર છે. તેઓની સહી અને…

હાલમાં સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થયો છે. જેમાં ભાજપના લેટરપેડ નો ઉપયોગ કરીને યજ્ઞેશ દવે કે જેઓ પ્રદેશ મીડિયા કન્વીનર છે. તેઓની સહી અને નામ સાથે એક વિચિત્ર પત્ર જાહેર થતાં વિવાદ ઉભો થયો છે.

હાલમાં સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થાઓ બાબતે જોરદાર ડીબેટ કરી રહ્યા છે. આ થવા પાછળનું કારણ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ને આપેલી ઓપન ચેલેન્જ છે. જેમાં શિક્ષણ વ્યવસ્થા બાબતે ચર્ચા કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાં અને પાર્ટીના નેતાઓએ પત્ર લખીને જીતુ વાઘાણી ને દિલ્હી ની કોઈપણ સરકારી શાળાની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે.

મોદી ભક્ત થા નામના એક જ ટ્વિટર યુઝરે ટ્વીટ કરતા આ પત્ર મૂક્યો છે. જેમાં કહેવાયું છે કે નરેન્દ્ર મોદી અને ઉપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય આજે દરેક ક્ષેત્રમાં વિકાસની ટોચ પર છે. આ વર્ષોમાં ગુજરાત ભાજપ સરકારના શાસનમાં ભારત જ નહીં, પરંતુ વિશ્વ ફલક પર વિકાસની અદભુત ઓળખ ઉભી કરી છે.

આ પત્રમાં ભારતીય જનતા પાર્ટીને કામગીરીના વખાણ કરવામાં આવ્યા છે અને એક પેરેગ્રાફમાં લખવામાં આવ્યું છે કે, જો આમ આદમી પાર્ટી ખરેખર ચાર્જ કરવા માંગતી હોય તો એમની પાર્ટી દિલ્હીમાં મદ્રેસા, મોલવીઓ, લવજેહાદ, કાશ્મીર ફાઇલ્સ અને હિજાબ મુદ્દે ચર્ચા કરી ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીનો અસલ ચહેરો બતાવો જોઈએ. દેશી ના મુદ્દાઓ પર ચર્ચા કરવા આમ આદમી પાર્ટીના નેતાઓ અને પ્રધાનો આમંત્રણ આપીએ છીએ, સમય અને સ્થળ ગુજરાતમાં આપ શ્રી ને અનુકૂળ હોય એ જણાવી આપવા આમંત્રણ સ્વીકારજો તેવી વિનંતી કરવામાં આવી.

આ પત્ર ની ખરાઇ કરવા જ્યારે ભાજપ મીડિયા સેલનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓએ આ વાતને નકારી કાઢી હતી અને આવો કોઈ પત્ર જાહેર કરવામાં આવ્યો નથી તેવી માહિતી આપી હતી. બીજી તરફ યજ્ઞેશ દવેએ આ ફેક પરિપત્ર વાયરલ કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. તેવી માહિતી સામે આવી છે અને આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ પરિપત્ર આમ આદમી પાર્ટી દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *