ત્વચા માટે ડુંગળીના ફાયદા: જો તમે ચહેરાની ચમક પાછી મેળવવા માંગો છો તો ડુંગળીનો ઉપયોગ કરવો સારો માનવામાં આવે છે. આ સમાચારમાં, અમે તમારા માટે ડુંગળીના ફાયદા લાવ્યા છીએ. ડુંગળી માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી હોતી તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ડુંગળીનો રસ એન્ટીઓંકિસડન્ટ, વિટામીન A, C અને E થી ભરપૂર છે, જે ચહેરાને નિષ્કલંક અને ચમકદાર બનાવવાનું કામ કરે છે.
ડુંગળી ચહેરા ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે.
આરોગ્ય નિષ્ણાતો કહેવું છે કે ડુંગળીનો રસ અલ્ટ્રા વાયોલેટ કિરણો સામે રક્ષણ આપે છે. તે વૃદ્ધાવસ્થા માટે વિરોધી છે, તેના ઉપયોગને કારણે ચહેરા પર ઉંમરની અસર ઓછી દેખાય છે. તે ત્વચાને ડિટોક્સ કરે છે અને કોલેજનના ઉત્પાદનને ઉત્તેજન આપે છે. તેના ઉપયોગથી ત્વચાને પોષણ મળે છે.
2. ડુંગળી દ્વારા ફેસ માસ્ક કેવી રીતે બનાવવું.
તમારે 3 ચમચી દહીં અને નાની ડુંગળી લેવી. સૌથી પહેલા ડુંગળીને પીસીને પેસ્ટ બનાવો. હવે ડુંગળીની પેસ્ટમાં 3 ચમચી દહીં ઉમેરો. તેને માસ્કની જેમ ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. તમે અઠવાડિયામાં આ એક વખત આ કરી શકો છો.
ફાયદા: જો તમે શુષ્ક ત્વચાથી પરેશાન છો, તો તમે ડુંગળીનો ઉપયોગ કરી ફેસ માસ્ક બનાવી શકો છો તે, તમારા ચહેરા પર કુદરતી ચમક લાવવામાં મદદ કરે છે અને તમારા ચહેરા પરની ચમકમાં વધારો કરે છે. તેના નિયમિત ઉપયોગથી ડાઘ પણ દૂર કરી શકાય છે.
ખીલ દૂર કરવા માટે ઉપયોગી.
તેને બનાવવા માટે, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી મધ અને એક ડુંગળીની જરૂર છે. ડુંગળીની પેસ્ટ બનાવો અને તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ ઉમેરો. હવે તેને હલાવો અને તેને તમારા ચહેરા પર અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવો. 20 મિનિટ પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવો.
2. કાળા હોઠ દૂર કરો.
તમે ડુંગળીના રસમાં વિટામિન ઇનું તેલ મિક્સ કરો અને રાત્રે સૂતા પહેલા દરરોજ હોઠ પર લગાવો. તમારે આ પ્રક્રિયા એક અઠવાડિયા સુધી લગાવવું અને ત્યાર બાદ તમને એક મહિનામાં જ આ પ્રક્રિયાનું પરિણામ જોવા મળશે અને તમને તમારા હોઠ પર હલવાસ પડતો રંગ દેખાય આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.