જેલના સળિયા ગણી રહેલા દીકરાને મળવા પહોચ્યો ‘બાદશાહ’, વાતચીત દરમિયાન થયો ભાવુક- જુઓ વિડીયો

મનોરંજન(Entertainment): આર્યન ખાન ડ્રગ કેસ(Aryan Khan drug case)માં છેલ્લા 18 દિવસથી કસ્ટડીમાં છે, તેના જામીન માટે સતત અરજીઓ કરવામાં આવી રહી છે પરંતુ આજ સુધી સફળતા મળી નથી. બુધવારે સેશન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ બોમ્બે હાઇકોર્ટ(Bombay High Court)માં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટ 26 ઓક્ટોબરે જામીન અરજી પર સુનાવણી કરશે. આ દરમિયાન આર્યન(Aryan Khan)ના પિતા શાહરૂખ ખાન(Shah Rukh Khan) પહેલી વખત તેમને મળવા આર્થર રોડ જેલ પહોચ્યો હતો.

શાહરૂખ-આર્યન ભાવુક થઈ ગયા:
પિતા અને પુત્ર વચ્ચે લગભગ 15-20 મિનિટની બેઠક ચાલી હતી. જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહરૂખ અને આર્યન બેઠક દરમિયાન એકબીજાને જોઈને ભાવુક થઈ ગયા હતા. જોકે, બંને વચ્ચેની વાતચીત અંગે કોઈ માહિતી સામે આવી નથી.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારીના કારણે કેદીઓ સાથેની મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કેદીઓને મળવાનો આ નિયમ બુધવારે (20 ઓક્ટોબર) નાબૂદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાહરૂખ ખાન ગુરુવારે તેના પુત્રને મળવા જેલ પહોંચ્યો હતો.

જેલમાં કેદીઓને મળવાના નિયમો:
જેલના અધિકારીઓએ જણાવતા કહ્યું છે કે, આર્થર રોડ જેલની અંદર એક મીટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. સભા ખંડની અંદર જતા પહેલા સંબંધીએ રજિસ્ટરમાં તેની એન્ટ્રી કરવી પડશે અને સુરક્ષા કર્મચારીઓને પોતાનું ઓળખપત્ર બતાવવું પડશે. આ પછી સંબંધીને મીટિંગ રૂમમાં જવાની છૂટ છે. સંબંધીઓ સભા ખંડમાં મોબાઈલ ફોન કે કોઈ પણ વસ્તુ પોતાની સાથે લઈ શકતા નથી.

અધિકારીઓએ જણાવ્યું કે, બેઠક રૂમમાં કેદી અને સંબંધી વચ્ચે લોખંડની જાળી છે અને જાળીની બંને બાજુ પારદર્શક કાચ લગાવવામાં આવ્યા છે. જેથી કેદી અને સંબંધી વચ્ચે ઇન્ટરકોમ વાતચીત થઇ શકે. તમને જણાવી દઈએ કે આ મુલાકાત માટે કોર્ટની પરવાનગી લેવાની જરૂર નથી.

જેલમાં મળ્યા શાહરૂખ-આર્યન:
જેલના નિયમો અનુસાર, તેના કોઈપણ સંબંધી કેદીને અઠવાડિયામાં માત્ર એક જ વાર મળી શકે છે. આ મુલાકાત મહત્તમ 20 મિનિટ માટે હોઈ શકે છે. શાહરૂખ ખાન પણ આર્યનને 15-20 મિનિટ માટે મળ્યો હતો. બેઠક દરમિયાન જેલના સુરક્ષા કર્મચારીઓ પણ હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *