સુરત(Surat): શહેરના ગોડાદરા(Godadra) ડિંડોલી(Dindoli) વોર્ડ નંબર 26ના ઉપપ્રમુખે ભાજપ(BJP)ના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટાઓ લોકોને બતાવી લોકોને પોતાના વિશ્વાસમાં તરબોળ કરી દીધા હતા. ત્યાર બાદ ભાજપના ઉપપ્રમુખે લોકોને લોભામણી વાતો કરી વીસીના નામે અલગ અલગ લોભામણી સ્કીમો(Fraud) બતાવી હતી. ત્યાર બાદ વોટ્સઅપના માધ્યમથી ગ્રુપ બનાવી 25થી વધુ લોકોને તે ગ્રુપમાં જોડ્યા હતા. ત્યાર બાદ તમામને અલગ અલગ લોભામણી સ્કીમો બતાવીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. જોકે ત્યારબાદ પૈસા પાછા નહીં આપી હાથ ઊંચા કરી લઇ લોકો સાથે વિશ્વાસઘાટ અને ઠગાઈ કરી હતી. જેથી આખરે સમગ્ર મામલો પુણા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. હાલમાં પોલીસે તો એક વ્યક્તિની ફરિયાદ નોંધીને 12.60 લાખની છેતરપિંડીનો અને ઠગાઈનો ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપના ઉપપ્રમુખે 5 લાખથી 30 લાખ સુધીની રકમ પડાવી લીધી:
શહેરના પર્વત પાટિયા જય જલારામ નગરમાં રહેતા કાંતિભાઈ રામસુરત ગુપ્તાએ ગોડાદરા ડિંડોલી વોર્ડ નંબર 26ના ઉપપ્રમુખ મહાવીર સુખલાલ શાહ(Mahavir Sukhlal Shah) સામે 12.60 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ફરિયાદમાં જણાવતા કહ્યું છે કે, ઓગષ્ટ 2018માં મહાવીર શાહે લોકોને વીસીની અલગ અલગ સ્કીમો બતાવી લોકોને લોભામણી લાલચ આપી હતી. ત્યારબાદ 25થી વધુ લોકોને મહાવીરે વોટ્સઅપ માધ્યમથી ગ્રુપ બનાવી તે ગ્રુપના એડ કર્યા હતા અને અલગ અલગ સ્કીમો બતાવી લાખો રૂપિયા લઇને ડ્રો કરતો હતો. આ દરમિયાન 25થી વધુ લોકો પાસેથી 5 લાખથી માંડી 30 લાખ સુધીની રકમ પડાવી લીધી હતી અને લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેમાં લોભામણી સ્કીમો આપીને કાંતિભાઈ પાસે પણ 16 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે તે 16 લાખ પૈકી મનોહર સંતોષ પાટીલ મારફતે 3,40,000 પાછા આપી દીધા હતા. જ્યારે બાકી રહેલા રૂપિયાને લઈ હજી કોઈ વાત ન કરતા આખરે પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.
ભાજપના નેતાઓ અને પોલીસ સાથેના ફોટો સોશિયલ મીડિયામાં મુકીને લોકો પ્રત્યેનો વિશ્વાસ કેળવતો:
મહાવીર વોર્ડનો ઉપપ્રમુખ હોવાના કારણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, ગૃહરાજ્ય મંત્રી, ધારાસભ્યો, સુરતના મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, શાસક પક્ષ નેતા, શહેર ભાજપ ઉપપ્રમુખ, આ સિવાય ભાજપના અન્ય કેટલાય અગ્રણી નેતાઓ સાથે અને પોલીસ અધિકારીઓ સાથે ફોટાઓ પડાવી સોશિયલ મીડિયામાં મૂકી પોતે કઈક છે તેવું લોકોને દેખાડતો હતો. જોકે ત્યારબાદ શેરીમાં યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં પણ તે શહેરના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બોલાવી લોકોમાં પોતાનો રોફ જમાવતો હતો. ગોડાદરા ડિંડોલી વોર્ડ નંબર 26ના ભાજપના ઉપપ્રમુખ મહાવીર શાહે લોકોમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં જરા પણ કચાસ બાકી રાખી નહોતી.
ઉપપ્રમુખ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેઃ
સુરત શહેરના શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપૂતે આ મામલે જણાવતા કહ્યું હતું કે, મહાવીર સામે પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે. તો તેની સામે જરૂરથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મહાવીર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની વાતથી તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું. જોકે આ બનાવમાં તેઓએ કહ્યું હતું કે, ભાજપના ઉપપ્રમુખે લોકો સાથે કરોડોની ઠગાઈ કરી છે. તો આ મામલે પાર્ટી તેની સામે જરૂરથી કડક પગલાં ભરશે અને તેનાં પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.