સત્તામાં આવીને પણ કામ ન કરતા, સ્થાનિકોએ કોર્પોરેટરના ઘર સામે ઠાલવ્યો ચીકન-મટનનો કચરો

વડોદરા પાલિકા દ્વારા સ્માર્ટ સિટીના નામે ફક્ત મોટી કામગીરી પર જ ધ્યાન આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. આજે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેરઠેર…

વડોદરા પાલિકા દ્વારા સ્માર્ટ સિટીના નામે ફક્ત મોટી કામગીરી પર જ ધ્યાન આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. આજે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોચ્યો છે.

શહેરના છાણી વિસ્તારમાં પાલિકા દ્વારા સમયસર કચરાનો નિકાલ કરવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, પાલિકાની કામગીરીથી કંટાળેલા એક સ્થાનિકે તો નોનવેજ ભરેલું ડસ્ટબીન જ કોર્પોરેટરના ઘર બહાર ઠાલવ્યું અને કહ્યું કે આ અમારો વિરોધ છે.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં પાલિકા દ્વારા કચરાનો સમયસર નિકાલ કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે રોષે ભરાયેલા એક નાગરિકે તો પોતાની હદ વટાવી દીધી. એક સ્થાનિક નાગરિકે અડધી રાત્રે નોનવેજ ભરેલુ ડસ્ટબીન ક્રિશ્ના પેલેસ ફ્લેટ કે જ્યાં સ્થાનિક કાઉન્સિલર રહે છે. તેની બહાર ઠાલવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

ત્યારબાદ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાને શરૂઆતમાં લાગ્યું કે, નોનવેજનો કચરો કોઈથી અજાણતા પડી ગયો હશે. પરંતુ ફ્લેટના ગેટ પાસે એક ઈસમનો કચરો ફેકતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પુષ્પાબેને કહ્યું કે, કોઈક અસામાજિક તત્વ દ્વારા આવેશમાં આવીને સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડા કરવા માટે આ હિન્ન પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. 

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, કેટલાક તત્વો દ્વારા છેલા ઘણા સમયથી તેમને ટાર્ગેટ બનાવી ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જેથી તેમણે સમગ્ર બનાવ અંગે ફતેહગંજ પોલીસ મથકે વાયરલ વિડીયો સુપરત કરી પોલીસ ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *