સુરત(Surat): શહેરમાં આવેલ વેસુ(Vesu) ચાર રસ્તા નજીક આવેલા વેસ્ટન બિઝનેસ પાર્ક(Weston Business Park)માં પહેલા માળે મસાજ પાર્લર(Massage parlor)ની આડમાં ચાલતા કૂટણખાનાનો ક્રાઇમબ્રાંચની ટીમ ત્રાટકી હતી અને સ્પા(Spa)ની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે દેહવ્યાપારમાંથી 6 મહિલાઓને મુક્ત કરાવી હતી. 6 પૈકી એક મહિલા થાઇલેન્ડ અને બીજી કેન્યાની યુવતીઓ હતી.
બન્ને વિદેશી યુવતીઓના પાસપોર્ટ અને વિઝાની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. પોલીસને મળેલી જાણકારીના આધારે બ્લુ એશિયન સ્પામાં શુકવાર એટલે કે ગઈકાલે બપોરે ડમી ગ્રાહક મોકલી દેહવ્યાપારનો વેપલો રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્પામાંથી નિરોધક અને 22,500ની કિમંતના 3 મોબાઇલ તથા રોકડ રૂ.42,010 કબજે કરી લીધા હતા.
પોલીસ દ્વારા આ સ્પાનો સંચાલક બ્રિજેશ પટેલ(ઊ.વ32) અને તેનો સંબંધી મીત પટેલ (ઊ.વ28) (બન્ને રહે. રામલક્ષ્મણ એપાર્ટમેન્ટ, ખરવરનગર) અને લોરેન્સ ટીકીપીટર (ઊ.વ28)(રહે, હોટેલના રૂમમાં, સફલ સ્કેવર, વેસુ)ની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્પાની આડમાં ચાલી રહેલા કૂટણખાનામાં ગ્રાહકો પાસેથી 3થી 4 હજારની રકમ લેવામાં આવતી હતી અને તેનો 50 ટકા ભાગ યુવતીઓને આપવામાં આવતો હતો.
શહેરમાં ખાસ કરીને ઉમરા અને ખટોદરા પોલીસના પોશ વિસ્તારોમાં સ્પાની આડમાં મોટા પ્રમાણમાં દેહવ્યાપારનો વેપલો ધમધમી રહ્યો છે. તેમ છતાં પણ સ્થાનિક પોલીસ આવા ગોરખ ધંધાઓ બંધ કરાવવા પાછળ કેમ રસ દાખવતી નથી તે એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.