સુરતમાં દિવાળીને લઈને ઘરની સાફ સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ- જુઓ મોતનો LIVE વિડીયો

સુરત(Surat): દિવાળીના તહેવાર(Diwali festival)ને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓના ઘરોમાં સાફસફાઈના કામનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે સુરતના વરાછા(Varachha)માં એક…

સુરત(Surat): દિવાળીના તહેવાર(Diwali festival)ને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓના ઘરોમાં સાફસફાઈના કામનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે સુરતના વરાછા(Varachha)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વરાછાની અનુરાધા સોસાયટીમાં એક મહિલા ત્રીજા માળેથી નીચે ખાબકી હતી. મકાનના આગળના ભાગમાં આવેલ ગેલરીમાંથી 55 વર્ષીય મહિલા સીધી મકાન આગળ રોડ પર નીચે પટકાઈ હતી જેને લીધે ઘટનાસ્થળે જ મહિલાનું કરુણ મોત થયું હતું. મહિલાના લાઈવ મોતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. મહિલાના મોતને લઈને દિવાળીના તહેવાર પર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, સાથે જ મૃતકના પરિવાર તરફથી જણાવવામાં આવ્યા અનુસાર, ત્યારે દિવાળીની સફાઈ કરતી વખતે ખોટી ઉતાવળ ન કરવી જોઈએ અને સાવધાની રાખવી જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મહિલાને માથાના ભાગે પહોંચી ગંભીર ઈજા:
મૂળ ભાવનગરના ગારિયાધારના સાતડા ગામના વતની અને હાલ સુરતમાં રહેતાં 55 વર્ષના લલિતાબેન જોગાણી ત્રીજા માળેથી નીચે પટકાયાં હતાં અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લલિતાબેન દિવાળીના તહેવાર નિમિતે પોતાના ઘરની સાફસફાઈનું કામ કરી રહ્યાં હતાં. ત્યારે આ સાફસફાઈ કરતી વખતે તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયાં હતાં. લલીતાબેન જ્યારે નીચે પડ્યા ત્યારે બાઈક પર એક યુવક નીચે ઊભો હતો. માત્ર ત્રણ સેકન્ડમાં જ લલિતાબેન નીચે અચાનક પડતાં નીચે ઉભેલો યુવક પણ ચોંકી ઉઠ્યો હતો. બાદમાં તમામ લોકોએ ભેગા થઈને તેમને ઊંચક્યાં હતાં. જોકે લલીતાબેનના માથાના ભાગે ભારે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આડોશ-પાડોશમાં મચી અફરાતફરી:
લલિતાબેન ત્રીજા માળેથી નીચે પટકાતાની સાથે જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. પહેલા માળે ઊભેલી યુવતીએ તેમને નીચે પડતાં જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી, જેને કારણે આજુ બાજુમાં રહેતા લોકો પણ દોડી આવ્યા હતા. યુવાન દ્વારા લલિતાબેનને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, પરંતુ તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનેલી ઘટનાને કારણે જોગાણી પરિવારમાં ચકચાર મચી જવા પામ્યો હતો, સાથે જ અનુરાધા સોસાયટીમાં શોકની લાગણી ફરી વળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *