તહેવારોની સિઝનમાં સોના-ચાંદીના ભાવ(Gold-silver prices)માં સતત વધારો ઘટાડો થતો રહે છે. આવી સ્થિતિમાં જો તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે સુવર્ણ તક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બરમાં ડિલિવરી માટે સોનાની કિંમતમાં આજે 0.12 ટકા ઘટાડો થયો છે. તે જ સમયે ચાંદીના ભાવ 0.26 ટકાનો ઘટાડો(Decline in gold-silver prices) નોંધાયો છે.
સસ્તું વેચાણ કરી રહ્યું છે:
વર્ષ 2020ની વાત કરીએ તો ગત વર્ષના સમાન સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે ડિસેમ્બર ફ્યુચર એમસીએક્સ પર સોનું 48,141 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, એટલે કે તે હજુ પણ લગભગ 8059 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
જાણો શું છે સોના-ચાંદીના ભાવ:
ઓક્ટોબર ડિલિવરી માટે સોનું આજે 0.12 ટકા ઘટીને રૂ. 48,141 પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ આજના દિવશે ચાંદીમાં 0.26 ટકાનો ઘટાડો થયો છે. આજે 1 કિલો ચાંદીની કિંમત 65,964 રૂપિયા છે.
સોનાની શુદ્ધતાને આ રીતે કરો ચેક:
જ્યારે તમે સોના-ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોના-ચાંદીની શુદ્ધતાને તમે તમારી જાતે ચકાસી શકો છો. સરકારે જેમના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના આધારે સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક પણે ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો ગ્રાહક આ અંગેની ફરિયાદ પણ કરી શકે છે. આ એપની મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની જાણકરી પણ મળી જાય છે.
આ રીતે મિસ્ડ કોલ કરીને જાણી શકો છો સોનાનો ભાવ:
સોનાનો ભાવ તમે સરળતાથી અને એ પણ ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે સોનાના લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.
જાણી લેજો કેટલું સોનું ઘરમાં રાખી શકાય:
શું તમે જાણો છો કે કાયદેસર રીતે ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ચાલો આજે અમે તમને જણાવી દઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મહેસૂલ વિભાગ હેઠળ આવે છે તેમની ગાઈડલાઇન મુજબ પહેલી ડિસેમ્બર 2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમારે કોઈ પણ પ્રકારના પુરાવા આપવાની જરૂર રહેતી નથી.
એક પરણિત સ્ત્રી પોતાની પાસે 500 ગ્રામ સોનું આવકના પુરાવા વગર પણ રાખી શકે છે. એક અપરણિત સ્ત્રી પોતાની પાસે 250 ગ્રામ સોનું રાખી શકે છે. એક પુરુષ પોતાની સાથે વધૂમાં વધુ 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે. આ કીસ્સોમાં ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ પગલા ભરી શકે નહિ