અમદાવાદના લોકો હવે ફટાકડા ફોડશે નહિ પણ ખાશે! અમદાવાદી ગૃહિણઓની વખાણવા લાયક કામગીરી

ગુજરાત: થોડા દિવસ બાદ 4 નવેમ્બરનાં રોજ દિવાળીનો તહેવાર (Diwali festival) આવી રહ્યો છે ત્યારે નાના બાળકો (Children) થી લઈને મોટા એમ તમામ લોકો ફટાકડા…

ગુજરાત: થોડા દિવસ બાદ 4 નવેમ્બરનાં રોજ દિવાળીનો તહેવાર (Diwali festival) આવી રહ્યો છે ત્યારે નાના બાળકો (Children) થી લઈને મોટા એમ તમામ લોકો ફટાકડા (Fireworks) ફોડીને દિવાળીના તહેવારની ઉજવણી કરતા હોય છે. જયારે અમે આપને કહીએ કે સુતરી બોંબ, રોકેટ કે પછી ચકેડી તથા કોઠીની મીઠાઈ ખાશો…

જી હા, અમદાવાદમાં ફટાકડાના પ્રકારની અનોખી ચોક્લેટ્સ તૈયાર કરવામાં આવો છે. દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના ફટાકડા બજારમાં તથા મીઠાઈ બજારમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, હવે વેપારીઓમાં એવી આશા સેવાઈ રહી છે કે, દિવાળીના છેલ્લા દિવસોમાં ખુબ સારો ધંધો થશે.

બીજી તરફ અમદાવાદમાં રહેતા કૃપાબેન શાહે તદ્દન નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે કે, જેમાં તેઓએ ચોકલેટને ફટાકડા જેવી બનાવી છે. તેઓએ મિરચી બોંબ, સુતળી બોંબ, લક્ષ્મી બોંબ તથા રોકેટ બોમ્બ તેમજ કોઠી, ચકરી ચોકલેટ સહિતની કેટલાક પ્રકારની ચોકલેટ્સ તૈયાર કરી છે.

કૃપા શાહ તથા તેમનો પરિવાર છેલ્લા 3 વર્ષથી હોમ મેડ ચોકલેટ તથા હોમ મેડ કેક બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલ છે. દર વર્ષે ચોકલેટમાં કંઇકને કંઇક વેરાયટી લાવવો પ્રયાસ કરનાર આ પરિવારે આ વર્ષે બાળકો માટે ફટાકડા રૂપી ચોકલેટ તૈયાર કરવામાં આવી છે.

જેમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફટાકડા ચોકલેટમાં ડાર્ક ચોકલેટ તથા ડ્રાય ફ્રૂટ સામેલ છે. કોરોના મહામારીને લીધે ફટાકડાનું વેચાણ દર વર્ષ કરતાં આ વર્ષે 70% જેટલું ઓછું જોવા મળ્યું છે. બીજી બાજુ અમદાવાદના કૃપાબેન શાહ તદ્દન નવો પ્રયોગ હાથ ધરીને ચોકલેટ ફટાકડા વેચાણ શરૂ કર્યું છે કે, જેથી કરીને બાળકો ફટાકડા ફોડતી વખતે ચોકલેટ ફટાકડા પણ ખાઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *