જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 દૂર કરવાના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથેના વેપારી સંબધો સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. પરંતુ આ પગલું પાકિસ્તાનને ભારે પડ્યું છે. સોશિયલ મીડિયામાં પણ આ વાત ને લઈને પાકિસ્તાન પર અલગ અલગ કાર્ટુન વાઈરલ થઇ રહ્યા છે. ભારતીય વાણિજય મંત્રાલયના આંકડાઓ અનુસાર વર્ષ 2018-19માં ભારતે પાકિસ્તાનને કુલ 2.3 અબજ રૂપિયાની નિકાસ કરી હતી. જ્યારે ભારતે પાકિસ્તાન પાસેથી કુલ 3.6 લાખ અબજ રૂપિયાની આયાત કરી હતી. સરળ શબ્દોમાં કહીેએ તો છેલ્લા નાણાકીય વર્ષમાં ભારતની સરખામણીમાં પાકિસ્તાને આપણને 1.3 લાખ અબજ રૂપિયા વધુ વેચાણ કર્યુ હતું.
એટલે કે ભારત પાકિસ્તાન પાસેથી ખરીદી વધારે કરે છે અને વેચાણ ઓેછું કરે છે. આ સ્થિતિમાં પાકિસ્તાન માટે ભારત એક મોટું બજાર છે. પાકિસ્તાન પોતાની પ્રજાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કેટલીક હદ સુધી ભારત પર નિર્ભર છે. ગયા વર્ષે પાકિસ્તાને કુલ 3.6 લાખ અબજ રૂપિયાનો વેપાર કર્યો હતો.
વાણિજય મંત્રાલયના આંકડાઓ અનુસાર ચાલુ વર્ષે માર્ચમાં પાકિસ્તાનની આયાત 92 ટકા ઘટીને લગભગ 24 લાખ કરોડ રહી હતી.જે માર્ચ,2018માં 3.4 કરોડ ડોલર હતી.નાણાકીય વર્ષ 2018-19ના જાન્યુઆરી-માર્ચ સુધીના સમયમાં પાકિસ્તાનની આયાત 47 ટકા ઘટીને 5.3 કરોડ અમેરિકન ડોલર રહી હતી.
પાકિસ્તાનમાં ભારતની નિકાસ પણ માર્ચમાં લગભગ 32 ટકા ઘટી 17 અમેરિકન ડોલરની આસપાસ રહી છે. જો કે 2018-19 દરમિયાન નિકાસ 7.4 ટકા વધી હતી.
#Pakistan
Can beggers be the choosers ?Here Pakistan deny to beg from india.
???? pic.twitter.com/WTB2eAbwug
— Uma Shankar Mahato (@88umashankar) August 7, 2019
આ પરિસ્થિતિમાં પ્રશ્ર એ થાય છે કે ભારત સાથેના વેપાર સંબધો સમાપ્ત કર્યા પછી પાકિસ્તાન 3.6 લાખ રૂપિયાના વેપારની ખોટ કેવી રીતે પૂરી કરશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થશે. પાકિસ્તાનમાં હાલમાં મોંઘવારીનો દર 10.35 ટકા છે. ભારત સાથે વેપાર બંધ કરવાના કારણે ત્યાં મોંઘવારીનો દર વધીને 11 ટકા થઇ જશે. પાકિસ્તાન સાથે ભારતનો મોટા ભાગનો વેપાર યુએઇના રૂટથી થાય છે. આ રૂટથી થનારા વેપાર પર કોઇ અસર પડશે નહીં અને તે પહેલાની જેમ જ ચાલુ રહેશે. ભારતની પાકિસ્તાનમાં નિકાસ પણ આ રૂટથી જ થાય છે. ભારતનો પાકિસ્તાન સાથે સીધો વેપાર ખૂબ જ ઓેછો થાય છે.
ભારત પાકિસ્તાનમાંથી ડ્રાય ફૂટ, કપાસ, તાજા ફળો, સિમેન્ટ, પેટ્રોલિયમ જેવી વસ્તુઓની આયાત કરે છે. પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાનની વસ્તુઓ પર ડયુટી વધારી દીધી હોવાથી પાકિસ્તાનમાંથી થતી આયાત અગાથી જ ઘટી ગઇ છે. ભારતે આ વસ્તુઓની આયાત અન્ય પાડોશી દેશોમાંથી વધારી દીધી છે.