અગ્નિકાંડ થયા બાદ મહાનગરપાલિકાએ બચાવના સાધનો પાછળ કર્યો આટલો ખર્ચો…જાણો વિગતે

આમ તો કહેવાય છે કે “આગ લાગે ત્યારે કુવો ના ખોદાય”. બસ આ જ કામ સુરત મહાનગર પાલિકાએ કર્યું હતું. સુરતમાં હાલમાંજ બની ગયેલા અગ્નિકાંડમાં…

આમ તો કહેવાય છે કે “આગ લાગે ત્યારે કુવો ના ખોદાય”. બસ આ જ કામ સુરત મહાનગર પાલિકાએ કર્યું હતું. સુરતમાં હાલમાંજ બની ગયેલા અગ્નિકાંડમાં કોઈ પણ પ્રકારના બચાવનાં સાધનો ના હતા, ને જયારે આ ઘટના બની તે પછી સુરત મહાનગર પાલિકાએ આ ખર્ચાઓ કરવાની વાત સામે આવી છે.

સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડ પછી તંત્ર જાગ્યું હતું અને અગ્નિકાંડના ત્રીજા જ દિવસે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાએ ટર્ન ટેબલ લેડર મંગાવી લીધી હતી. અગ્નિકાંડ પછી સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા શહેરના તમામ ટ્યુશન ક્લાસ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાઓ અને ટ્યુશન ક્લાસ પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ડોમને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

હવે સુરતમાં તક્ષશિલા જેવો અગ્નિકાંડ ન થાય, તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝોન પ્રમાણે કેટલીક ફાયરની ઘટનામાં મદદરૂપ થઇ શકે તેવા સ્પેશિયલ કેટેગરીના સાધનો ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને ખરીદીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ નવા સાધનોમાં બે એરિયલ લેડર પ્લેટફોર્મ કે, જેમાં એકની હાઈટ 32 મીટર અને બીજાની હાઈટ 22 મીટર છે. 32 મીટરની એરિયલ લેડર પ્લેટફોર્મની કિંમત અંદાજિત 7 કરોડ રૂપિયા છે. 22 મીટર એરિયલ લેડર પ્લેટફોર્મની કિંમત અંદાજિત 5 કરોડ રૂપિયા છે.

બે ટર્ન ટેબલ લેડર જેમાં એકની હાઈટ 42 મીટર અને બીજાની હાઈટ 32 મીટર છે. 42 મીટરની ટર્ન ટેબલ લેડરની કિંમત અંદાજિત 10 કરોડ રૂપિયા છે. 32 મીટર ટર્ન ટેબલ લેડરની કિંમત અંદાજિત 8 કરોડ રૂપિયા છે.

આ ઉપરાંત એક એર (બ્રીધિંગ) કમ્પ્રેસર જેની અંદાજિત કિમત 50 લાખ રૂપિયા અને થર્મલ ઈમેજિંગ કેમેરા ફાયર ફાઈટીંગ સાત નંગ કે જેની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા થાય છે.

આ તમમાં સાધનો 31 કરોડના ખર્ચે વસાવવામાં આવશે અને ઝોન મુજબ ઉપયોગી નીવડે તેવા ફાયર સ્ટેશનમાં મુકવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *