2022ની શરૂઆતમાં દેશના 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી(Assembly elections) માટે રાજકીય પક્ષોએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. આવતા વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે. આમાંથી ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતૃત્વમાં સરકાર છે, જ્યારે પંજાબમાં કોંગ્રેસ(Congress) સત્તામાં છે. આગામી ચૂંટણીમાં કયા રાજ્યમાં ફેરબદલ થશે અથવા કયો પક્ષ ફરી સત્તામાં આવશે તેવી જાણકારી સર્વે(Survey) દ્વારા બહાર આવી છે.
સર્વે અનુસાર ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બની શકે છે. રાજ્યમાં વિધાનસભાની 403 બેઠકો છે. સર્વે મુજબ ભાજપ અને તેના સહયોગી દળોને રાજ્યમાં 213-221 બેઠકો મળી શકે છે. બીજી તરફ બીજેપી ગઠબંધનને 41 ટકા વોટ મળી શકે છે. આ સિવાય સમાજવાદી પાર્ટી (SP) અને સહયોગીઓ 152-160 સીટો પર જીત મેળવી શકે છે. મતોની ટકાવારીની દૃષ્ટિએ પણ તેઓ 31 ટકા સાથે બીજા ક્રમે છે. સર્વે અનુસાર, બહુજન સમાજ પાર્ટી (BSP)ને 16-20 બેઠકો (મત ટકાવારી-15), કોંગ્રેસને 6-10 બેઠકો (મતની ટકાવારી-9) અને અન્યને 2-6 બેઠકો (મત ટકાવારી-4) મળી શકે છે.
પંજાબમાં AAP સૌથી મોટી પાર્ટી છે:
બીજી તરફ પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ શકે છે. રાજ્યમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે. સર્વે અનુસાર કોંગ્રેસને 42-50 (મત ટકાવારી-35), શિરોમણી અકાલી દળ (SAD)ને 16-24 બેઠકો (મત ટકાવારી-21), આમ આદમી પાર્ટીને 47-53 બેઠકો (મત ટકાવારી-36) મળી શકે છે. . અહીં ભાજપનું પ્રદર્શન કથળવાના સંકેત દેખાઈ રહ્યા છે. ભાજપને 0-1 અને અન્યને 0-1 મળવાની ધારણા છે.
ઉત્તરાખંડમાં ભાજપની લીડ શક્ય છે:
સર્વે અનુસાર, ઉત્તરાખંડમાં ભાજપની આગેવાની થવાની ધારણા છે, જો કે કોંગ્રેસ અહીં કડક ટક્કર આપી શકે છે. રાજ્યમાં 70 વિધાનસભા મતવિસ્તાર છે. અહીં ભાજપને 36-40 બેઠકો (મત ટકાવારી-41) પર જીત મળી શકે છે. બીજી તરફ, કોંગ્રેસને 30-34 બેઠકો (મતની ટકાવારી-36), આમ આદમી પાર્ટીને 0-2 (મતની ટકાવારી-12) અને અન્યને 0-1 બેઠકો મળવાની ધારણા છે.
ગોવામાં પણ ભાજપની વાપસી થઈ શકે છે:
ગોવામાં પણ બીજેપી પુનરાગમન કરતી જોવા મળી રહી છે. રાજ્યમાં વિધાનસભાની 40 બેઠકો છે. સર્વે મુજબ ભાજપને રાજ્યમાં 19-23 બેઠકો (મત ટકાવારી-36) મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસને 2-6 બેઠકો (મત ટકાવારી-19) અને આમ આદમી પાર્ટીને 3-7 બેઠકો (મત ટકાવારી-24) મળી શકે છે. સર્વેમાં અન્ય લોકોને 8-12 બેઠકો મળે તેવી અપેક્ષા છે. મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ પણ રાજ્યમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.
મણિપુરમાં ‘ખેલા’ યોજાશે:
જ્યારે મણિપુરમાં ભાજપ 25-29 બેઠકો (મત ટકાવારી-39) પર જીત મેળવી શકે છે. રાજ્યમાં વિધાનસભાની 60 બેઠકો છે. આવી સ્થિતિમાં કોઈ પણ પક્ષ બહુમતીનો આંકડો પાર કરી શકતો નથી. સર્વે અનુસાર, કોંગ્રેસને 20-24 બેઠકો (મતની ટકાવારી-33), નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ને 4-8 બેઠકો (મત ટકાવારી-9) અને અન્યને 3-7 (મત ટકાવારી-19) મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.