સુરત(Surat): શહેરમાં ડ્રગ્સ(Drugs) અગેઇનનો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત ડીસીબીએ નિયોલ ચેકપોસ્ટ પરથી એક ટ્રાન્સપોર્ટરને લગભગ એક કરોડના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડતા વધુ એક ડ્રગ્સ રેકેટ(Drugs racket)નો પર્દાફાશ થયો છે. ગૃહ રાજ્ય મંત્રીના હોમ ટાઉનમાં જ બીજા શહેરોમાંથી ગાંજો લાવવામાં આવતા અનેક પેડલરો સામે ડીસીબીએ લાલ આંખ કરી છે.
સુરતના પુણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ નિયોલ ચેક પોસ્ટ પરથી રવિવારે ગાંજા સાથે ઝડપાયેલો અરુણ મહાદીપ (ઉ.વ.37) ડીંડોલી વિસ્તારનો રહેવાસી અને અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું મળતી માહિતી અનુસાર સામે આવ્યું છે. હાલ ડીસીપી પોલીસે એક કરોડ રૂપિયાના ગાંજા(One crore drugs) સાથે ઝડપાયેલા ઇસમની સધન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ ડ્રગ્સ મગાવનાર કોણ, ગાંજા માટે ફાયનાન્સ કરનાર કોણ, ક્યાંથી લાવવામાં આવ્યો, કેટલી વાર લાવવામાં આવ્યો, કોને કોને આપવામાં આવ્યો છે. તે પ્રકારની તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે પોલીસ દ્વારા તેની પુછપરછ હાથ ધરવામાં આવી છે.
જણાવી દઈએ કે, અધિકારીઓ આખી રાત આરોપીની પૂછપરછ કરી રહ્યા હતા. દરમિયાન આજે સવારે આરોપીને એનડીપીએસ કેસની યાદી સાથે કોવિડ-19ની તપાસ અને શારીરિક તપાસ માટે સિવિલ લાવવામાં આવ્યો હતો. એવું પણ કહી શકાય કે, ડ્રગ્સ સાથે ઝડપાયેલા ડીંડોલીનો ઈસમ અનેકની પોલ ખોલે અને આગામી દિવસમાં અનેક મોટા માથાની અટકાયત કરવામાં આવે તો નવાઈ નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.