વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ- જગત જનની મા ઉમિયાધામના કાર્યક્રમમાં CM પણ આપશે હાજરી

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના જાસપુર(Jaspur) ખાતે વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાના મંદિર(Maa Umiya Temple)નું નિર્માણ થવા જનાર છે ત્યારે આજથી આ મંદિરના નિર્માણ કાર્યનો શુભ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાના મંદિરનું નિર્માણ થવા જનાર છે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત કહી શકાય.

વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય આજથી શરૂ:
તમને જણાવી દઈએ કે, ઉમિયાધામ(Umiyadham) નિર્માણને લઈને દિવસભર આજે પૂજા અર્ચનાનો કાર્યક્રમ શરુ રહેશે, એટલું જ નહીં આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર ગણાશે. આ મંદિરની ઊંચાઈ 504 ફુટ રાખવામાં આવી છે. મહત્વનું છે કે, મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) પણ હાજર રહેશે અને સાથે જ પૂર્વ સીએમ વિજય રૂપાણી(Vijay Rupani), પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ(Nitin Patel) સહિતના ભાજપ નેતાઓ આ કાર્યક્રમ પણ હાજર રહેશે, સૌથી પહેલા 108 કળશની શોભા યાત્રા કાઢવામાં આવશે. માં ઉમિયા રથ સાથે ગજરાજ, ધ્વજ પતાકા સાથે નીકળનાર ભવ્ય શોભાયાત્રામાં અસંખ્ય લોકો જોડાશે.

જગત જનની મા ઉમિયા ધામ નિર્માણની આજથી શુભ શરૂઆત:
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના જાસપુર ખાતે ઉમિયા માતાજીના મંદિરનો નિર્માણ માટે તારીખ 29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય તથા દેશભરમાંથી પાટીદાર સમાજના લોકો અને સાથે સાથે વિવિધ સંપ્રદાયના સાધુ-સંતોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી. 100 વીઘા જેટલા વિસ્તારમાં તૈયાર થનાર મંદિર પરિસરની સાથે અન્ય આયામોને પણ જોડવામાં આવ્યા છે. જેમાં સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ સંકુલ,NRI ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્વની એવી હોસ્પિટલ પણ શામેલ છે. ફાઉન્ડેશનનો મુખ્ય લક્ષ્યાંક છે કે, વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને અને પ્રવાસ ક્ષેત્રે તેની ગણના થાય.

સમગ્ર દિવસભર પૂજા અર્ચનાનું થશે આયોજન:
અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વના સૌથી મોટા મંદિરનું નિર્માણ ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ્સ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવી છે. જગત જનની મા ઉમિયા મંદિરના નિર્માણમાં લગભગ પાંચ વર્ષનો સમય લાગી શકે છે. આ મંદિરની ડિઝાઇન પારંપરિક મંદિરો કરતાં અલગ છે. મંદિરની ડિઝાઇન તૈયાર કરતા પહેલાં જર્મની અને દુબઈથી આવેલી આર્કિટેક્ટની ટીમે તિરુપતિ બાલાજી, અંબાજી, અક્ષરધામ અને શિરડીની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ આ મંદિરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *