આડા સંબંધની શંકામાં મુળી રોડ પર જશાપર નજીક ગાંધીનગરના યુવકની હત્યા..

સુરેન્દ્રનગર મૂળી રોડ ઉપર જસાપર નજીક ગાંધીનગરના એક યુવકની તિક્ષણ હથિયાર વડે હત્યા નિપજાવી આરોપીઓ તેની કાર સાથે પલાયન થયેલ પરંતુ પોલીસની સતર્કતાથી એક આરોપી…

સુરેન્દ્રનગર મૂળી રોડ ઉપર જસાપર નજીક ગાંધીનગરના એક યુવકની તિક્ષણ હથિયાર વડે હત્યા નિપજાવી આરોપીઓ તેની કાર સાથે પલાયન થયેલ પરંતુ પોલીસની સતર્કતાથી એક આરોપી પકડાઈ જતા આડા સંબંધે હત્યા કરાયાનું પ્રાથમિક બહાર આવેલ છે.

બનાવની પોલીસ ફરિયાદ ગાંધીનગર શિવશક્તિ સોસાયટી સેકટર ૧૪ માં રહેતા દિનેશભાઇ બળદેવભાઇ રાવલે  તેના પાડોશી આરોપી કુલદિપસિંહ દિપકસિંહ મકવાણા  નરેન્દ્રસિંહ વાધેલા અને હર્ષદભાઇ ઠાકોર વિરુદ્ધ મૂળી પોલીસમાં નોંધાવેલ છે.

હત્યાની મળતી માહિતી લલીતભાઇ ઉર્ફે ટીના ને ચોટીલા જવાનું કહી તેની કાર ભાડે બાંધી  તેમના પાડોસી પ્રવિણાબેનનો દિકરો કુલદિપસિંહ દિપકસિંહ મકવાણા તથા તેના બે  મિત્રો ચોટીલા આવવા નીકળેલ હતા પણ  સુરેન્દ્રનગર રોડ ઉપર જશાપરનાં બોર્ડ નજીક  માઇલ્સ સ્ટોનની બંધ ફેક્ટરી પાસે કાર ચાલક લાલિતભાઈ રાવલની હત્યા નિપજાવેલ લાશ મળી આવેલ હતી

હત્યા અંગે મૃતકના કાકા એ પોલીસને ફરિયાદમાં આપેલ કેફિયત મુજબ ગાંધીનગરથી અમારા ભત્રીજાની ઇકો ગાડી ચોટીલા લઇ જતા કુલદીપસિંહ દિપકસિંહ મકવાણા, નરેન્દ્રસિંહ વાઘેલા અને હર્ષદ ઠાકોરે  પ્રવિણાબેન સાથે આડા સંબધનાં કારણે મારા ભત્રિજા લલિતભાઇ ને રાત્રે દશ વાગ્યા પહેલા ગમે તે સમયે તિક્ષણ હથિયારથી મોત નિપજે તેવી ગંભીર જીવલેણ ઇજા પોહચાડી મોત નિપજાવી તેની લાશ મૂળીથી સુરેન્દ્રનગર તરફનાં રોડપર નાંખી દઇ ઇકો ગાડી કિં.  ૨ લાખની લુટ કરી નાસી જઇ નાશી જઇ  ગુનો કર્યાની ફરિયાદ નોંધાવેલ છે હત્યા અંગે તપાસ પીએસઆઈ એમ એમ ઠાકોરે હાથ ધરેલ છે.

સુત્રમાથી મળતી માહિતી મુજબ જસાપર નજીક રોડ ઉપર મૃતક અને આરોપીઓ વચ્ચે રકઝક થયેલ અને આરોપીઓએ કોઈ તિક્ષણ હથિયારના ઘા મારેલ અને ઇજાગ્રસ્ત હાલતમાં ભોગ બનનાર જીવ બચાવવા કારમાંથી ઉતારી નાસતા બુમાબુમ કરતા લોકો આવતા દુર થી જોઇ આરોપીઓ કાર લઈને નાસી છુટેલ હતા જે ની જાણ પોલીસને કોઈએ કરતા પોલિસ ઘટના સ્થળે દોડી ગયેલ હતી પરંતુ કાર ચાલકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયેલ નાસી છુટેલ હત્યારાને ઝડપવા પોલીસની વિવિધ બ્રાન્ચની ટીમોએ મૂળી વિસ્તારમાં તપાસ આદરેલ જેમાં કાર સ્વામિનારાયણ મંદિર પાસે બિનવારસી મળેલ અને રેલવે સ્ટેશન રોડ પર તપાસ કરતા એક આરોપી હર્ષદ ઠાકોર ઝડપાઇ ગયેલ અન્ય બે આરોપી ચાલુ વરસાદે અંધારામાં નાસી છુટેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *