સુરત આગથી દાઝી ગયેલા લોકોને પીડામાંથી રાહત અપાવવા વિનામૂલ્યે આ કંપની AC ફિટ કરી આપશે

Published on Trishul News at 5:26 AM, Mon, 27 May 2019

Last modified on May 27th, 2019 at 7:49 AM

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં શુક્રવારે બપોરના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ ધીમે-ધીમે બિલ્ડિંગના દાદર સુધી પ્રસરી ગઈ અને બાળકો માટે બહાર આવવાનો રસ્તો બંધ થઈ ગયો જેથી બાળકો નીચે આવી શક્યા નહીં. આગ ધીમે-ધીમે ક્લાસીસ સુધી પહોંચી ગઈ અને ફાયર બ્રિગેડ ૪૫ મિનિટ મોડું પહોંચ્યું. જેથી અન્ય કોઇ રસ્તો ન દેખાતા આગથી બચવા માટે બાળકોએ ચોથા માળ પરથી છલાંગ લગાવવાનું નક્કી કર્યું અને ત્યારબાદ આગ જયારે કાબુમાં આવી ત્યારે બિલ્ડીંગની અંદરથી કેટલાક મૃતદેહોને ભડથું થયેલી હાલતમાં બહાર લાવવામાં આવ્યા હતા અને ધીમે ધીમે મૃતક આંક પણ વધીને 23 સુધી પહોચી ગયો છે.

આ ઘટનાને કારણે શહેરના લોકોમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. શહેરના લોકોએ કેટલી જગ્યાએ રેલીઓ અને શોક સભાઓ કરીને બાળકોને શ્રદ્ધાંજલિ આપી છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ મૂકીને સો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. કેટલાક જાગૃત લોકો કાલ થયેલા બાળકોને રક્તદાન કરવા પણ આગળ આવ્યા છે. આ ઉપરાંત જે બાળકો આગની ઘટનામાં દાજેલા છે અને સારવાર લઇ રહેલા છે તેઓને મદદ રૂપ થવા માટે સુરતની એક ACની કંપનીના માલિક દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર ACની કંપનીના માલિક ખ્યાતી શાહ જ્યારે આ ઘટના જોઈ રહ્યા હતા તેઓને એક વિચાર આવ્યો હતો કે, ઘણા લોકો ઘાયલ થયેલા લોકોને કોઈના કોઈ રીતે મદદ રૂપ થઈ રહ્યા છે. ત્યારે આપણે કઈ રીતે આગમાં દાજી ગયેલા બાળકોને મદદરૂપ થઈ શકીએ, ત્યારે તેઓને વિચાર આવ્યો કે, આપણે વધારે મદદ ન કરી શકીએ તો કઈ નહીં પણ જ્યાં સુધી બાળકોની પૂરે પૂરી સારવાર ન થાય તું સુધી બાળકોના ઘરે AC લગાવીને તેમને દાઝી જવાની પીડામાંથી થોડી રાહત આપી શકીએ જેના કારણે તેઓએ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કરી લોકોને આ બાબતે લોકોને જાણકારી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "સુરત આગથી દાઝી ગયેલા લોકોને પીડામાંથી રાહત અપાવવા વિનામૂલ્યે આ કંપની AC ફિટ કરી આપશે"

Leave a comment

Your email address will not be published.


*