પશ્ચિમ બંગાળ(West Bengal)થી એક ભયાનક માર્ગ અકસ્માત(Terrible road accident)ના મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, નાદિયા(Nadia) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ટીવી રિપોર્ટ અનુસાર, નાદિયાના હંસખાલીના ફુલબારીમાં શનિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં 17 લોકોના દુઃખદ મોત(17 deaths) થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેજ ગતિએ આવી રહેલા એક ખાનગી વાહને પાર્ક કરેલી ટ્રકને ટક્કર મારી, જેના કારણે ઘટનાસ્થળે જ ઘણા લોકોના મોત થયા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આ માર્ગ અકસ્માત ત્યારે થયો જ્યારે ઉત્તર 24 પરગણાના બગદાથી 20 થી વધુ લોકો મૃતદેહ લઈને નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા. હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલબારીમાં રોડ કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે કાર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો ત્યારે તમામ ખાનગી વાહનમાં જઈ રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસ અને વાહનની વધુ ઝડપને કારણે આ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં કેટલાકની હાલત ગંભીર છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, કારમાં હાજર તમામ લોકો તેમના સ્વજનોના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કારમાં જઈ રહ્યા હતા. ત્યારે વાહન રસ્તાની બાજુમાં પથ્થર ભરેલી ટ્રક સાથે અથડાયું હતું. વાહનમાં લગભગ ત્રીસ લોકો સવાર હતા, જેમાંથી વીસ લોકોના મોત થયા છે. અન્ય દસ હજુ જીવિત છે, જેમની સારવાર ચાલી રહી છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.